ગુજરાતમાં એક બાજુ વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ બીજી બાજુ રાજકીય નેતાઓના રાજ્યમાં આંટાફેરા વધી ગયા છે. આ સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 18 તારીખથી ત્રણ દિવયસીય ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદી બનાસકાંઠા જિલ્લામાં 3 લાખ મહિલાઓને સંબોધિત કરશે. મોદી આગામી 18 એપ્રિલના સાંજે 5.30 વાગ્યે ગુજરાત આવી પહોંચશે.

પ્રધાનમંત્રી મોદી 19 તારીખે ગાંધીનગર હેલિપેડથી બનાસકાંઠાના બનાસડેરીના વિવિધ પ્રોજેક્ટ માટે દિયોદર જશે, જ્યાં તેઓ ત્રણ લાખ મહિલા પશુપાલકોને સંબોધતિ કરશે. આ કાર્યક્રમ દિયોદરમાં સવારે 9.40 થી 11.40 દરમિયાન યોજાશે. આ પછી વડાપ્રધાન મોદી બપોરે 1.20 કલાકે જામનગર પહોંચશે, જામનગરમાં આયુર્વેદિક કેન્દ્રની સ્થાપના કરવામાં આવી રહી છે, જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદી કરશે. તમને જણાવી દઈએ કે આયુર્વેદિક સેન્ટર ગ્લોબલ સેન્ટર પરંપરાગત દવા કેન્દ્ર વિકસાવવા માટે તૈયાર કરવામાં આવશે. આ સેન્ટર 1 હજાર કરોડના ખર્ચે તૈયાર થશે. આ પછી બપોરે 3.30 થી 5.30 દરમિયાન જામનગરના કાર્યક્રમમાં હાજરી આપશે, ત્યારબાદ જામનગરથી ગાંધીનગર રાજભવન પરત ફરશે. 20 એપ્રિલે વડાપ્રધાન દાહોદ અને પંચમહાલના અલગ-અલગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે.
- સાંજે 5:30 કલાકે અમદાવાદ પહોંચશે
- સાંજે 6 કલાકે ગાંધીનગર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની લેશે મુલાકાત
- રાત્રે રાજભવન ખાતે કરશે રાત્રી રોકાણ
19 એપ્રિલે - બનાસ ડેરીના વિવિધ પ્રોજેક્ટનોમું ખાતમુહૂર્ત કરશે
- દિયોદર ખાતે યોજાયેલી જનસભામાં હાજર રહેશે
- દિયોદર બાદ PM જામનગરના કાર્યક્રમમાં આપશે હાજરી
- PM બપોરે 1:20 કલાકે જામનગર પહોંચશે
- વિશ્વ આયુર્વેદિક યુનિવર્સિટી કાર્યક્રમમાં ભાગ લેશે
- ગ્લોબલ મેડિસિન સેન્ટરનું કરશે ખાતમુહૂર્ત
- 5:00 વાગ્યે જામનગરથી અમદાવાદ આવશે
- રાત્રે પુનઃ રાજભવનમાં કરશે રાત્રી રોકાણ
20 એપ્રિલે
- મહાત્મા મંદિર કાર્યક્રમમાં આપશે હાજરી
- દાહોદ અને પંચમહાલમાં વિવિધ પ્રોજેક્ટોનું ખાતમુહૂર્ત કરશે
- 2 વાગ્યે PM મોદી દાહોદ જવા થશે રવાના
- સાંજે 6.16 કલાકે અમદાવાદ એરપોર્ટથી દિલ્લી જવા રવાના થશે
તે પહેલા પીએમ મોદી સવારે 10.30 થી 11.30 સુધી મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટમાં હાજરી આપશે, બપોરે 2 વાગે રાજભવનથી દાહોદ જવા રવાના થશે જે બાદ અમદાવાદથી દિલ્હી પરત ફરશે.
Read Also
- મોટા સમાચાર / કચ્છની પલારા જેલમાં સર્ચ ઓપરેશન દરમિયાન 6 મોબાઈલ ફોન મળી આવ્યાં, રાજ્યભરની જેલોમાં તપાસ ચાલુ
- આ વિશિષ્ટ ગિટારને તૈયાર કરવામાં થયા છે 700 દિવસ, ગિટારમાં જડવામાં આવ્યા છે ૧૧૪૪૧ જેટલા હિરા
- ગુજરાતની જેલોમાં દરોડા / પોલીસ નિયમાવલીમાં નિયમિત વિઝીટ અને ચેકીંગના આદેશ, તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શા માટે આપવા પડ્યાં આદેશ?
- ચૈત્ર નવરાત્રિના ઉપવાસમાં દિવસ દરમિયાન એનર્જી રહેશેઃ આ ટિપ્સ કરો ફોલો
- WPL 2023 / યુપી વોરિયર્સને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સની ફાઈનલમાં એન્ટ્રી, દિલ્હી- મુંબઈ વચ્ચે ખેલાશે ફાઈનલ મુકાબલો