GSTV

એક દેશ એક ચૂંટણીની વાતો કરનાર પ્રધાનમંત્રી એક દેશ એક વ્યવહાર લાગુ કરો, ખેડૂતો પર અત્યાચાર ન વર્ષાવો, પ્રિયંકા ગાંધી

ખેડૂતોનું પ્રદર્શન શુક્રવારે પણ આક્રમક રૂખ અપનાવી રહ્યું છે. સિંધુ બોર્ડર પર પોલિસ અને ખેડૂતો વચ્ચે થયેલી ઝપાઝપી બાત કોંગ્રેસના પ્રિયંકા ગાંધીએ પણ મોદી સરકારની ઝાટકણી કાઢી છે. તેમણે કહ્યું કે સરકાર ખેડૂતોનો અવાજ દબાવવા માગી રહ્યું છે. ખેડૂતો પર પાણીનો મારો કરાઈ રહ્યો છે. તેમને રસ્તાઓ ખોદીને રોકવામાં આવી રહ્યા છે. પરંતુ સરકાર તેમને એ બતાવવા અને સમજાવવા તૈયાર નથી કે એમએસપીનો કાયદાકીય હક હોવાની વાત ક્યાં લખી છે. એક દેશ એક ચૂંટણીની ચિંતા કરનારા પ્રધાનમંત્રી એક દેશ એક વ્યવહાર પણ લાગુ કરવો જોઈએ.

રાજધાનીમાં પોલીસ સ્ટેડિયમને અસ્થાયી જેલ બનાવવાની માંગી છે મંજૂરી

પંજાબથી આવેલા ખેડૂતોનો કાફલો હવે રાજધાની દિલ્હીની નજીક પહોંચી ગયો છે. તમામ અવરોધોને દૂર કરતાં ખેડૂતો છેવટે દિલ્હીની નજીક પહોંચી ગયા છે. એવામાં દિલ્લી પોલિસે પોતાની તૈયારીઓ વધારી દીધી છે. રાજધાનીમાં પોલિસ સ્ટેડિયમને ટેમ્પરરી જેલ બનાવવાની તૈયારીમાં લાગી ગઈ છે. જે માટે સરકારની પરવાનગી માગી છે. દિલ્હી પોલિસે રાજ્ય સરકાર પાસે શહેરના નવ સ્ટેડિયમને અસ્થાઈ જેલમાં પરિવર્તિત કરવાની પરમિશન માંગી છે. જો દિલ્હીમાંપ્રદર્શન વધે છે તો ખેડૂતોને આ અસ્થાયી જેલમાં લઈ જઈ શકાય છે.

પંજાબથી નીકળેલા ખેડૂતો હરિયાણાના રસ્તે દિલ્હી આવી રહ્યા

જણાવી દઈએ કે પંજાબથી નીકળેલા ખેડૂતો હરિયાણાના રસ્તે દિલ્હી આવી રહ્યા છે. મોડી રાત સુધી ખેડૂતો પાનીપત સુધી પહોંચ્યા હતા. હવે દિલ્હી બોર્ડરની ખૂબ જ નજીક છે. શુક્રવારે સવારે પોલિસ અને ખેડૂતો વચ્ચે સિંધુ બોર્ડર પર થોડી ચકમક પણ ઝરી હતી. પોલિસે ખેડૂતોને પરત જવા માટે કહ્યું. પરંતુ ખેડૂતોએ પરત જવાથી ના પાડી દીધી. અને દિલ્હી રામલીલા મેદાન- જંતર મંતર પર અડી ગયા છે.

સરકારે ખેડૂતોને 3 ડિસેમ્બરે વાતચીત માટે બોલાવ્યા

બીજી બાજુ કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે સરકારે ખેડૂતોને 3 ડિસેમ્બરે વાતચીત માટે બોલાવ્યા છે. જો કે ખેડૂતોનું કહેવું છે કે હવે સીધા પીએમ નરેન્દ્રમોદી સાથે જ વાત કરશે. ખેડૂતોના પ્રદર્શનને કારણે બોર્ડર પર જામની સ્થિતિ છે. દરેક વાહનનું ચેકિંગ થઈ રહ્યું છે. પોલિસને ડર છે કે ખેડૂતો વાહનમાં નાના નાના ગ્રૂપ બનાવીને આવી શકે છે. આ કારણે પોલિસ સખ્તાઈથી વર્તી રહી છે. આ સિવાય મેટ્રો સ્ટેશનની એન્ટ્રી અને એક્ઝિટ બંધ કરી દીધી છે.

પીએમ સાથે વાત કરવા નહીં દે તો આંદોલનને ઉગ્ર બનાવીશું

ખેડૂતો પોલીસની એક પણ વાત માનવ તૈયાર નથી. ખેડૂતોનું કહેવું છે કે અમે ત્યાં આવીને રહીશું. કઈ પણ થઈ જાય. સરકાર તેમની વાત ના સાંભળતી હોવાનું રટણ ખેડૂતો કરી રહ્યા છે અને તે દિલ્લીના રામલીલા મેદાનમાં જવા માટે અડગ છે. ખેડૂતો આજે વધુ આક્રમક મૂડમાં પ્રદર્શન કરી રહ્યા છે.શુક્રવારે શુક્રવારે સવારે ખેડૂતો રોહતક-દિલ્લી હાઇવે પર ભેગા થયા છે.બીજી બાજુ સોનિપટમાં પણ ખેડૂતો અને પોલીસ વચ્ચે તણાવ વધ્યો છે. ખેડૂતોઓ એકે જ સુર છે પીએમ આવશે તો જ વાતચીત થશે. દિવસેને દિવસે આ આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે.

કૃષિ બિલના વિરોધમાં ખેડૂતોનું પ્રદર્શન આજે પણ યથાવત

કૃષિ બિલના વિરોધમાં ખેડૂતોનું પ્રદર્શન આજે પણ યથાવત છે. મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્લી આવવાની કોશિશ કરી રહ્યા છે પણ પંજાબ -હરિયાણા બોર્ડર પર પોલીસનો કાફલો ખડકી દેવાયો છે. સિંધુ બોર્ડર પર આજે પણ ખેડૂતો દિલ્લી આવવા પર મક્કમ છે .પોલીસે ખેડૂતોને પરત જવા માટેની અપીલ પણ કરી અને નિયમોનું પાલન કરવા કહ્યું. પણ ખેડૂતોમાં રોષ ભભુકી ઉઠ્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

VIDEO/ ઓ બાપ રે, રોડ પર ગાડી લઈને નિકળી પડ્યું આ ટેણિયું, ગાડીઓની કાપી રહ્યું છે સાઈડ

Pravin Makwana

આખરે ક્યારે હટશે રાત્રી કરફયૂ?, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી સ્પષ્ટતા

Pritesh Mehta

જાણવા જેવા નિયમો: 2000ની નોટ ફાટી જાય તો બેંક કેટલું આપશે રિફંડ, આ પ્રકારની નોટો બેંક ક્યારેય નહીં સ્વિકારે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!