GSTV

પીએમ ઓલીએ આપી નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીને તોડવાની ધમકી, પ્રચંડ પ્રધાનમંત્રીના રાજીનામાની માંગ પર અડગ

બુધવારે થનાર નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીની સ્થાયી સમિતિની બેઠક અંતિમ ક્ષણે સ્થગિત કરી દેવામાં આવી છે, આ પહેલા આશા સેવવામાં આવી હતી કે નેપાળના પ્રધાન મંત્રી કેપી શર્મા ઓલી અને તેમના પ્રતિદ્વંદી જૂથનું નેતૃત્વ કરી રહેલા પુષ્પ કમલ દહલ પ્રચંડ વચ્ચેના મદભેદો જલ્દી ઉકેલાઈ જશે.

નેપાળના પૂર્વ પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ પ્રચંડ સતત પ્રધાન મંત્રી હોળીના રાજીનામાની માંગ કરી રહ્યા છે. તેઓ પદ પર ચાલુ રહેશે તો તે નેપાળના હિતમાટે હાનિકારક છે. પીએમ ઓલી અને કોમ્યુનિસ્ટ પાર્ટીના ઉપાધ્યક્ષ પ્રચંડ વચ્ચે મંગળવારે બપોરે મુલાકાત થઇ હતી.

ઓલી પ્રચંડ વચ્ચે ચાલી હતી 2 કલાક બેઠક

બે કલાક ચાલેલી બેઠકમાં આખરે એક જ નિર્ણય થયો હતો કે બુધવારે સ્થાયી સમિતિની બેઠક બોલાવવામાં આવે. એનો અર્થ એ લગાવવામાં આવ્યો હતો કે પીએમ ઓલી 44 સભ્યો વળી સ્થાયી સમિતિનો સામનો કરવા માટે તૈયાર રહે, જાણવા મળે છે કે સ્થાયી સમિતિના સભ્યો માંથી 30 સભ્યો પીએમ ઓલીના રાજીનામાના મતમાં છે,

ઓલીએ આપી નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીના વિભાજનની ધમકી

ઘટના ક્રમથી પરિચિત લોકોએ જણાવ્યું કે પીએમ ઓલી સત્તા પર અંકુશ લેવા માટે તૈયાર છે અને તેમણે ચેતવણી આપી છે જો તેમને હટાવવામાં આવશે તો તે નેપાળના 2 ડાબેરી પક્ષો કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી-લેનિનવાદી) અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ(માઓવાદી સેન્ટર)ને એક કરીને 2018માં બનાવવામાં આવેલી નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીનું વિભાજન કરી શકે છે,

ચીની રાજદૂતની ઓલી સાથે બેઠક પણ ઘણી સૂચક

એ પણ જણાવવામાં આવી રહયું છે કે પીએમ ઓલીને ચીનનું સમર્થન છે. ગત સપ્તાહમાં ચીની રાજદૂત હોઉં યાનિકીએ પણ નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારી ઉપરાંત રાકાંપા નેતાઓ માધવ કુમાર નેપાળ અને ઝાલા નાથ ખાનલ સાથે બેઠક કરી હતી.

નેપાળના આંતરિક રાજકારણમાં ચીનની દખલગીરી

ચીની દૂત સાથે બેઠકથી નેપાળમાં એ સ્પષ્ટ સંદેશ ગયો હતો કે નેપાળના આંતરિક રાજકારણમાં ચીનની દખલગીરી છે, દૂતાવાસે રાજકીય નેતાઓ સાથે હોઉં યાનિકીની બેઠકો થયાની ખરાઈ કરી અને જણાવ્યું કે ચીન ઈચ્છે છે કે નેપાળમાં કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓ પોતાના મતભેદોનો ઉકેલ લાવી એક થઈને રહે, નેપાળના રાજકીય વર્તુળોમાં ચર્ચા થઇ રહી છે કે જો નેપાળની કોમ્યુનિસ્ટ પાર્ટી એકજુટ નહિ રહે તો ચીન પીએમ ઓલીને એ જણાવવામાં મોડું નહિ કરે કે તે સત્તા છો દે.

ફેબ્રુઆરી 2018માં પ્રધાનમંત્રી તરીકે પોતાના દ્વિતીય કાર્યકાળ શરૂ કરનાર ઓલી 850થી વધુ દિવસો સુધી સરકારમાં રહ્યા છે. તે પણ એક એવા દેશમાં જે રાજકીય રૂપે સતત અસ્થિર રહ્યો છે. નેપાળમાં 25 વર્ષ પહેલા આખરી પ્રધાનમંત્રી ગિરિજા પ્રસાદ કોઇરાલાએ પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. તેઓ મેં 1991 થી નવેમ્બર 1994 સુધી વડાપ્રધાન રહ્યા હતા.

Related posts

વીમા કંપનીઓની મનમાની/ ઈરડાના આદેશ છતાં કોરોના સારવારના ખર્ચ નથી ચૂકવવા તૈયાર, વધી શકે છે વિવાદ

Ankita Trada

મોદી સરકારના આ મહત્વના નિર્ણયથી હજારો લોકો માટે નોકરીની ઉત્તમ તક, દેશની આ ફાર્મા કંપનીઓ…

Pravin Makwana

કામના સમાચાર/ વિદેશ જવા માટે તમારો પાસપોર્ટ નહીં ચાલે : આ બીજા પાસપોર્ટની પણ પડશે જરૂર, બની શકે છે આ ફરજિયાત

Karan
Do NOT follow this link or you will be banned from the site!