સુરતના ઈન્ડોર સ્ટેડીયમમાં PM મોદીનો યુવાનો સાથે સંવાદ, ઉરીનો કર્યો ઉલ્લેખ

ઉમરા વિસ્તારમાં આવેલા ઈન્ડોર સ્ટેડિયમમાં ન્યુ ઇન્ડિયા યુથના કાર્યક્રમમાં પી.એમ મોદીએ સંબોધન કર્યું. વડાપ્રધાનના ઈન્ડોર સ્ટેડિયમના કાર્યક્રમ માટે અમેરિકામાં થતાં મેગા- શોની થીમ પર રિવોલ્વિંગ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે. પીએમ આ રિવોલ્વિંગ સ્ટેજ પરથી ડોકટર, સી.એ, વકીલ સહિત પ્રોફેશનલ્સને સંબોધન કરી રહ્યા છે. પીએમના કાર્યક્રમ માટે ઓનલાઇન સોળ હજાર આઠસો જેટલા યુવાનોએ રજિસ્ટ્રેશન પણ કરાવ્યું હતું. ઈન્ડોર સ્ટેડિયમની ક્ષમતા 9 હજાર 600 જેટલી છે.

સુરતના ઈન્ડોર સ્ટેડિયમમાં પીએમ નરેન્દ્ર મોદીએ ન્યુ ઈન્ડિયા યુથ કોન્કલેવને સંબોધન કરતા ચૂંટણી પ્રચાર કર્યો. આગામી લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરતા હોય તેમ પીએમ મોદીએ કહ્યું કે તમારા એક-એક મતને કારણે હું અહીં ઉભો છે. તમારો મત મને દોડાવે છે. મારે દેશને આગળ લઈ જવો છે. પણ કેટલાક લોકોને રડવામાં જ રસ છે. હું રડવામાં કે રડાવવામાં નહીં પણ આગળ વધવામાં વિશ્વાસ રાખું છું.

સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યુ ઇન્ડિયા યુથ કોનકલેવ કાર્યક્રમને સંબોધન કર્યું. પરંતુ તેમના સંબોધન પહેલા અહીં ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા. સ્ટેડિયમમાં ક્ષમતા કરતા વધુ લોકો આવી જતા સ્ટેડિયમ ફૂલ થઈ ગયું છે. જેને કારણે મોડેથી આવનારા લોકોને પ્રવેશ આપવામાં નથી આવતો. આથી પોલીસ અને સ્ટેડિયમના કાર્યક્રમમાં આવી પહોંચેલા લોકો વચ્ચે રીતસરની ધક્કામુકી થઈ હતી. ઇન્ડોર સ્ટેડિયમ લોકોથી ખીચોખીચ ભરાઈ જતા તમામ ગેટ બંધ કરવામાં આવ્યા છે. પરિણામે જેમને સીટ નથી મળી તેઓ રોષે ભરાયા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter