GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

આજથી વડાપ્રધાન બે દિવસની ગુજરાત મુલાકાતે, ક્લિક કરી જાણો સમગ્ર દિવસનો કાર્યક્રમ

pm modi blog

આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આજે પીએમ મોદી દિલ્હીથી સીધા જામનગર આવશે. ત્યારબાદ અમદાવાદમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. લોકસભા ચૂંટણી જાહેર થતા પહેલાની તેમની આ ગુજરાત મુલાકાતને મહત્વની માનવામાં આવે છે. લોકાર્પણ તથા અનેક સરકારી જાહેરાતો દ્વારા તેઓ મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે.

પીએમ મોદી સોમવારે બપોરે બાર વાગ્યાના સુમારે જામનગર પહોંચશે. અહીં તેઓ 700 બેડની હોસ્પિટલનું લોકાર્પણ કરશે. જે બાદ બપોરે 1.30 વાગે જામનગરથી અમદાવાદ આવવા રવાના થશે. અમદાવાદમાં સૌથી પહેલા સાંજે 3 થી 4 વચ્ચે જાસપુર ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.. મા ઉમિયાના બનનારા મંદિરનું ખાતમુહૂર્ત કરશે.. જે બાદ સાંજે 4.30 વસ્ત્રાલમાં મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કરશે.

ઉદ્ઘાટન દરમ્યાન તેઓ મેટ્રો ટ્રેનની મુસાફરી પણ કરી શકે છે. અહીં સાંજે એક કલાકનું રોકાણ કર્યા બાદ સાંજે 6 વાગે બી.જે. મેડિકલ કોલેજમાં પીએમ આયુષ્યમાન યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. જે બાદ તેઓ મોડી સાંજે 7.30 થી 8 વાગ્યા સુધી નવી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરેશ. નવી સિવિલનું લોકાર્પણ કર્યા બાદ તેઓ રાજભવન જવા રવાના થશે.

રાજભવનમાં રોકાણ દરમિયાન તેઓ સીએમ વિજય રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના ભાજપના આગેવાનો સાથે લોકસભાની ચૂંટણી સંદર્ભે બેઠક કરી શકે છે. જ્યારે કે બીજા દિવસે 5 માર્ચે મંગળવારે સવારે 10 વાગે અડાલજ ખાતે અન્નપૂર્ણા મંદિરના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તો બપોરે 12 વાગે અમદાવાદના વસ્ત્રાલમાં શ્રમયોગી યોજનાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓ યોજનાનો આરંભ કરાવ્યા બાદ જનસભાને સંબોધશે. વસ્ત્રાલનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ મોદી મધ્ય પ્રદેશના ઈન્દોર જવા રવાના થશે.

READ ALSO

Related posts

જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી  મહિનાઓની મહેનતનું શું?”

Nakulsinh Gohil

પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર

Nakulsinh Gohil

સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના  કારણે 14 વર્ષીય સગીરાનું મોત

Nakulsinh Gohil
GSTV