GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

વડાપ્રધાન મોદીના ‘ચોકીદાર’ અભિયાનની મજાક ઉડાવી રાહુલ ગાંધીએ

rahul gandhi on rafale

વડાપ્રધાન મોદીના ‘ચોકીદાર’ અભિયાનની મજાક ઉડાવતા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે રફાલ યુદ્ધ વિમાન સોેદામાં પકડાયા પછી નરેન્દ્ર મોદી સમગ્ર દેશને ચોકીદાર બનાવવાના પ્રયત્નો કરી રહ્યાં છે. 

મોદીના ‘મે ભી ચોકીદાર’ અભિયાન પર પ્રહાર કરતા રાહુલે જણાવ્યું હતું કે ચોકીદાર ચોરી કરતા પકડાઇ જતાં ચોકીદાર જણાવે છે કે સમગ્ર દેશ ચોકીદાર છે. જો કે ચોરીમાં પકડાયા ન હતાં તે પહેલા હિંદુસ્તાન ચોકીદાર ન હતું. 

રાહુલે આ પ્રહારો ભાજપ દ્વારા ‘મે ભી ચોકીદાર’ અભિયાન શરૃ કરાયાના બીજા દિવસે કર્યા છે. અમિત શાહે પણ પોતાની ટ્વિટર પ્રોફાઇલમાં પોતાના નામની સાથે ચોકીદાર ઉમેરી દીધું છે. 

મોદીના ટ્વિટર એકાઉન્ટમાં પણ તેમણે પોતાની ઓળખ ‘ચોકીદાર નરેન્દ્ર મોદી’ તરીકે દર્શાવી છે. મોદીની સાથે ભાજપના અન્ય નેતાઓએ પણ ટ્વિટર પર પોતાના નામની સાથે ચોકીદાર શબ્દ ઉમેર્યો છે. 

ઉલ્લેખનીય છે રે રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી પોતાના ભાષણોમાં રફાલ સમજૂતીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ‘ચોકીદાર ચોર હે’ના સૂત્રો પોકારતા હતાં. 

રાહુલે કર્ણાટકના કલબુર્ગીમાં એક જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું કે સમગ્ર દેશ જાણે છે કે ચોકીદાર ચોર છે. 

રાહુલે જણાવ્યું હતું કે ૨૦૧૪ની ચૂંટણી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે મને વડાપ્રધાન નહીં મને ચોકીદાર બનાવો. તે વખતે તેમણે એમ જણાવ્યું ન હતું કે સમગ્ર હિંદુસ્તાનને ચોકીદાર બનાવો.

Related posts

પંજાબમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ બાજવાની સુરક્ષા દૂર કરાતા વિવાદ

Mansi Patel

BIG NEWS : બોલિવૂડ સુપર સ્ટાર સંજય દત્તને ત્રીજા સ્ટેજનું કેન્સર, થોડા સમય માટે કામમાંથી લીધો બ્રેક

Nilesh Jethva

ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં 16 ઓગસ્ટથી શરૂ થશે વૈષ્ણોદેવી યાત્રા, આ નિયમોનું કરવું પડશે પાલન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!