GSTV
Home » News » ‘ચાય પે ચર્ચા બાદ’ હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે ‘ચોકિદારો સાથે ચર્ચા’

‘ચાય પે ચર્ચા બાદ’ હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે ‘ચોકિદારો સાથે ચર્ચા’

main bhi chowkidar

કોંગ્રેસે સત્તાધારી ભાજપ પર પ્રહાર કરવા માટે બનાવેલું સ્લોગન તેમની જ સામે ભાજપ તીરની જેમ વાપરી રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીના ચોકિદારના નિવેદન બાદ તેમના પર આરોપ લગાવતા ચોકિદાર ચોર હૈ કેમ્પેઈન ચલાવ્યું હતું. 2019ની લોકસભા ચૂંટણી જીતવા માટે હવે ચોકિદાર જ મુદ્દો બની ગયો છે.

રાહુલ ગાંધીએ રાફેલ ડિલ બાદ પોતાની તમામ સભાઓમાં ચોકિદાર ચોર હૈના નારા લગાવી વડાપ્રધાન વિરૂદ્ધ કેમ્પેઈન ચલાવ્યું હતું. ગુજરાતમાં પણ રાહુલ ગાંધીએ ગુજરાતીમાં ચોકિદાર ચોર છે કહી સંબોધી પ્રહાર કર્યા હતા. ત્યારે હવે ભાજપ તેમના આ જ વાક્યને લઈ ચૂંટણી લડવા અને જીતવા માટેની જહેમતમાં લાગી ગયું છે.

થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વીટર એકાઊન્ટને ચોકિદાર નરેન્દ્ર મોદી કર્યું હતું. બાદમાં ભાજપના તમામ કાર્યકર્તાઓ અને ભાજપ સાથે જોડાયેલા લોકોએ પણ પોતાના ફેસબુક અને ટ્વીટર એકાઊન્ટને ચોકિદાર સાથે સંલગ્ન કરી નાખ્યું હતું. હવે આ જ મિશનને વડાપ્રધાન મોદી આગળ લઈ જઈ ચૂંટણી જીતવા માટેનું હથિયાર બનાવી રહ્યા છે. 31 માર્ચના રોજ પીએમ મોદી 500 જગ્યાઓ પર અલગ અલગ સંગઠનો સાથે જોડાયેલા વ્યક્તિઓ સાથે વાત કરશે અને મેં ભી ચોકિદાર નામની તેમની મુહિમને આગળ વધારશે.

હાલ તો વિપક્ષ દ્રારા પ્રધાનમંત્રીની ચોકિદારની મુહિમની આકરી ટીકા કરવામાં આવી રહી છે. આ પહેલા એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો જેમાં સૈનિકોનો ઉપયોગ કરવામાં આવતા વિપક્ષે ભાજપને ઘેરવાની કોશિષ કરી હતી. પણ હવે પ્રધાનમંત્રીની ચોકિદાર મુહીમ તેમને આગામી લોકસભા ચૂંટણીમાં પણ પ્રધાનમંત્રીના તખ્ત પર બેસાડી શકે છે કે નહીં તે જોવાનું રહેશે.

READ ALSO

Related posts

પુલવામામાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે અથડામણ, એક આતંકીને કરાયો ઠાર

Ankita Trada

GSCના ચેરમેન અને વાઇસ ચેરમેન પદે ફરીથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના વિશ્વાસુને લોટરી

Mansi Patel

અફઝલ ગુરૂની ફાંસી પર વિવાદીત નિવેદન આપવા બદલ આલિયાની મમ્મી પર FIR

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!