GSTV

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદ આવશે, ટ્રમ્પ સાથે રોડ શો

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આવતીકાલે અમદાવાદ આવશે, ત્યારે પીએમ મોદી પણ અમદાવાદની મુલાકાત આવતીકાલે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે આવે તેવી શક્યતા છે. નરેન્દ્ર મોદી આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવા માટે અમેદાવાદ એરપોર્ટ પર પહોંચશે. અને એરપોર્ટથી જ મોટેરા સ્ટેડિયમ સુધી રોડ શો યોજાશે.

એરપોર્ટથી જ મોટેરા સ્ટેડિયમ સુધી રોડ શો

અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે. જેમાં રોડ શોના રૂટ પર ૧૦૦થી વધુ ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર લગાવવામાં આવશે. રોડ શો જોવા માટે આવનારી તમામ વ્યક્તિઓને ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટરમાંથી પસાર થયા બાદ જ પ્રવેશ આપવામાં આવશે. ટ્રમ્પના અમદાવાદ એરપોર્ટથી સાબરમતી અને મોટેરા સ્ટેડિયમ સુધીના રોડ શો દરમિયાન લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે. જેને પગલે કોઈ અંધાધુંધી ન સર્જાય તે માટે રોડ શોના સમગ્ર રૂટ પર રોડની બન્ને તરફ લોખંડની રેલીંગો લગાવી દેવામાં આવી છે.

સમગ્ર રૂટ પર 100થી વધુ ડોર ફ્રેમ મેટલ ડિરેક્ટર

તે સિવાય રોડ શોના સમગ્ર રૂટ પર ૧૦૦થી પણ વધુ ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર લગાવવામાં આવશે. રોડ શોમાં જનારી દરેક વ્યક્તિને ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટરમાંથી પસાર થવું પડશે. તે સિવાય કોઈપણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે નહી. હેન્ડ મેટલ ડિટેક્ટરથી પણ પોલીસ લોકોની ચકાસણી કરશે. આ રૂટ પર રહેતા લોકોએ પણ ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટરમાં ચકાસણી બાદ જ પ્રવેશ મળશે.

READ ALSO

Related posts

Corona: લોકડાઉન ઉલ્લંઘન પર આ રાજ્યમાં 66 હજાર FIR દાખલ, 10 હજાર વાહન જપ્ત

Arohi

પૂરા 24 કલાક માટે આ જગ્યાએ બંધ રહેશે PUBG Mobile ગેમ, જાણો કારણ

Nilesh Jethva

આ દેશમાં કોરોનાએ એવો કહેર મચાવ્યો કે માસ્ક ખરીદવા કોઈ પણ કિંમત દેવા છે તૈયાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!