GSTV
Home » News » ‘શાંતિ દૂત’ બનીને ભારત પરત ફર્યા પીએમ, પ્રોટોકોલ તોડીને પાંચ મિનિટ જનતાને આપી

‘શાંતિ દૂત’ બનીને ભારત પરત ફર્યા પીએમ, પ્રોટોકોલ તોડીને પાંચ મિનિટ જનતાને આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિયોલ શાંતિ પુરસ્કાર લીઘા પછી શુક્રવાર રાત્રે સ્વદેશ પાછા ફરી ગયા છે. શુક્રવારે જ દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં પીએમ મોદીને વર્ષ 2018નો ‘સિયોલ શાંતિ પુરસ્કાર’ આપવામાં આવ્યો. આ સન્માન મેળવનાર તે ભારતના પ્રથમ અને દુનિયાના 14માં મહાનુભાવ છે.

દિલ્હી પાછા ફરવાની સાથે જ પાલમ એરપોર્ટ પર પ્રધાનમંત્રીનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. પીએમ મોદીના સ્વાગત માટે હજારો લોકો પહેલાથી જ ત્યાં હાજર હતા. જેમાં બીજેપીના કાર્યકર્તાઓથી લઈને સામાન્ય માણસો પણ હતા.

સિયોલથી શાંતિ દૂત બનીને પાછા ફરેલા પ્રધાનમંત્રી મોદીએ પણ હજારો સમર્થકોને નિરાશ નથી કર્યા. કારોના લાંબા કાફલાને રોક્યો અને સુરક્ષા ઘેરો તોડીને લોકોને મળીને તેમનું અભિવાદન સ્વીકાર્યું.

પ્રધાનમંત્રીએ ત્યાં હાજર ભીડની પહેલી લાઈનના તમામ લોકો સાથે હાથ મિલાવ્યા. ત્યાંરે લોકોએ મોદીના નામના નારા લગાવવાના શરૂ કરી દીધા. પ્રધાનમંત્રીની એક ઝલક લેવા અને તેમની સાથે હાથ મિલાવવા માટે ઠંડી પણ અવરોધ ન હતી બની.

પ્રશંસકોને જોઈને પ્રધાનમંત્રીએ ખુશ થઈને વારંવાર લોકોનું અભિવાદન કર્યું.

પ્રધાનમંત્રી લગભગ પાંચ મિનિટ સુધી સુરક્ષા ઘેરો તોડીને લોકોની વચ્ચે રહ્યા. ત્યાર બાદ કે સુરક્ષા કાફલા સાથે એરપોર્ટથી રવાના થઈ ગાયા.

શુક્રવારે સિયોલ પીસ પ્રાઈઝ ફાઉન્ડેશનની તરફથી આયોજીત એક ભવ્ય સમારંભમાં પીએમ મોદીને આ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો. આ અવસર પર મોદીના જીવન અને તેમની ઉપલબ્ધીઓ પર શોર્ટ ફિલ્મ પણ બતાવવામાં આવી. પીએમ મોદી પહેલા સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ મહાસચિવ કોફી અન્ના, જર્મનીની ચાંસલર એન્જલા મર્કેલ જેવી જાણીતી હસ્તિઓ અને સંગઠનોને આ પુરસ્કાર આપવામાં આવી ચુક્યા છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારત મહાત્મા ગાંધીની 150મી જયંતી ઉજવી રહ્યું છે અવામાં તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યું તે તેમના માટે સમ્માનની વાત છે. તેમણે પુસ્કારના બે લાખ ડોલરની રાશિને ગંગા સફાઈ અભિયાન સાથે જોડાયેલા નમામિ ગંગે પ્રોજેક્ટને સમર્પિત કરી છે.

પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં પુલવામા આતંકી હુમલા પર શોક વ્યક્ત કરતા આતંકવાદને વૌશ્વિક સમસ્યા ગણાવી અને કહ્યું કે આ વૌશ્નિક શાંતિ અને સુરક્ષા માટે સૌથી મોટો ખતરો છે. પુલવામા હુમલા પર શોક વ્યક્ત કરવા અને ભારતના સમર્થન માટે તેમણે રાષ્ટ્રપતિ મુનને ઘન્યવાદ આપ્યું.

Read Also

જે પૂર્વ PMએ 10 વર્ષમાં ન કર્યું તે મોદીએ પાંચ વર્ષમાં કરી લીધું, ઈન્દિરા ગાંધીને પણ પાછળ મુકી દીધા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે પોતાની બે દિવસની દક્ષિણ કોરિયાની યાત્રી સમાપ્ત કરીને સ્વદેશ પરત ફર્યા. પ્રધાનમંત્રીની આ પાંચ વર્ષમાં આ બીજી કોરિયાઈ યાત્રા હતી. તમને જણાવી દઈએ કે 2019 લોકસભા ચૂંટણી પહેલા પ્રધાનમંત્રીની રીતે આ તેમની છેલ્લી ઓફિસયલ વિદેશ યાત્રા હતી.

2019માં દક્ષિણ કોરિયા પીએમ મોદીની પહેલી વિદેશ યાત્રા હતી. ત્યાં તમને 2018નું શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યું. આ પહેલા તે એર્જેન્ટીના ગયા હતા. જોકે હવે ચર્ચા છે કે તે હજુ ભુટાન યાત્રા પર જઈ શકે છે પરંતુ તેમના આ કાર્યક્રમની હજુ સુધી કોઈ તારીખ નક્કી નથી થઈ. 
રિપોર્ટ અનુસાર અત્યાર સુધી પીએમ મોદી 55 મહીનામાં 93 વિદેશ યાત્રા કરી ચુક્યા છે. સેન્ચુરી બનાવવાથી તે ફક્ત 7 પગલા દુર છે. પીએમ મોદી વિદેશી યાત્રા કરવાના મામલે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની બરાબરી કરી ચુક્યા છે. મનમોહન સિંહે 10 વર્ષના પોતાના કાર્યકાળમાં 93 વખત વિદેશ યાત્રા કરી હતી.

ત્યાંજ પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ પોતાના કાર્યકાળના 16 વર્ષમાં 113 વિદેશી યાત્રા કરી હતી. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની વાત કરવામાં આવે તો તેમણે 48 વિદેશી યાત્રાઓ કરી જ્યારે દેશના પહેલા પ્રધનમંત્રી જવાહરલાલ નહેરૂએ પોતાના કાર્યકાળના સમયમાં 68 વખત વિદેશ પ્રવાસ પર ગયા હતા.

કેટલો ખર્ચ થયો…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યાત્રા પર 2021 કરોડ રૂપિયા ખર્ચ થયા અટલે કે દર 1 પ્રવાસ પર 22 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. યુપીએ સરકારમાં પૂર્વપ્રધાનમંત્રી મનમોહન સિંહે 50 વિદેશ પ્રવાસ કર્યા અને 1350 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો. એટલે કે તેમની યાત્રા પર સરેરાસ 27 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.

ક્યાં- ક્યાં ગયા… સૌથી વધું 5-5 વખત અમેરિકા-ચીન, 3-3 વખત ફ્રાંસ-જાપાન ગયા

મોદી 5 વર્ષમાં કુલ 93 વખત વિદેશ જવા રવાના થયા. તેમાં તે 49 દેશ ફર્યા. જેમાંથી 41 દેશ એવા છે જ્યાં તે એક વખત ગયા અને બાકીના દેશોમાં તે એક કરતા વધુ વખત ગયા. ફ્રાંસ અને જાપાન 3-3 વખત ગયા. રૂશ, સિંગાપુર, જર્મની અને નેપાલ 4-4 વખત ગયા. ચીન અને અમેરિકા 5-5 વખત ગયા હતા. 

શું મળ્યું? પ્રધાનમંત્રીએ અલગ અલગ દેશોમાં 480 કરારો કર્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર માદીએ આ 93 વિદેશી યાત્રમાં અલગ અલગ દેશોમાં કુલ 480 કરાર કર્યા અને એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. તેમણે સૌથી વધારે યાત્રાઓ વર્ષ 2015માં કરી. તે વર્ષમાં તે 24 દેશ ફર્યા. 2016માં અને 2018માં 18-18 દેશ ફર્યા જ્યારે 2017માં તે 19 દેશ ફર્યા. તે પોતાના પહેલા વર્ષ 2014માં 13 દેશ ફર્યા હતા. નવા વર્ષમાં દક્ષિણ કોરિયા પીએમ માદીના પહેલી વિદેશ યાત્રા છે. આ પહેલા તે એર્જન્ટીનાની યાત્રા પર ગયા હતા.

Related posts

UPમાં રણસંગ્રામ: ભાજપનાં આ નેતા બોલ્યા, ફઇ-ભત્રીજો નકલી છે,તેમનાં શાસનમાં જ ભ્રષ્ટાચાર ફુલ્યો-ફાલ્યો હતો

Riyaz Parmar

જયારે નીતાએ ધીરૃભાઇ અંબાણીનો ફોન કેટલીય વાર કાપ્યો…. પિતાએ આપ્યો હતો ઠપકો

Path Shah

કોઇના દબાણમાં આવીને મસૂદ અઝહર પર એક્શન નહી લઇએ : આતંકવાદ પર કાર્યવાહી કરવા પર પાકિસ્તાનનો સ્પષ્ટ ઇનકાર

Bansari