GSTV

કોંગ્રેસના ગઢમાં વડાપ્રધાન મોદીની હાર બાદ પહેલી રેલી

Last Updated on December 16, 2018 by

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજની મુલાકાતે છે. બપોરે સાડા બાર વાગ્યે વડાપ્રધાન મોદીનું હેલિકોપ્ટર પ્રયાગરાજની એક પ્રાઈવેટ સ્કૂલમાં ઉતરાણ કરશે. અહીંથી તેઓ ત્રિવેણી સંગમ જશે. ત્રિવેણી સંગમ ખાતે અક્ષયવટ અને બડે હનુમાન મંદિરમાં પૂજા-અર્ચના પણ કરશે. ત્રિવેણી સંગમ બાદ તેઓ અંદાવા પહોંચીને કુંભમેળાને લઈને નિર્માણ કાર્યોનું લોકાર્પણ કરશે. બાદમાં બપોરે બે વાગ્યે તેઓ વિશાળ જાહેરસભાને સંબોધિત કરશે.

મહત્વપૂર્ણ છે કે પાંચ રાજ્યોમાં ભાજપને મળેલી હાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી જાહેરસભાને સંબોધિત કરવાના છે. કહેવામાં આવે છે કે વડાપ્રધાન મોદી પ્રયાગરાજની ધરતી પરથી 2019ને લઈને મોટો સંદેશો આપે તેવી શક્યતા છે. અહીં વડાપ્રધાન મોદી ત્રણ હજાર કરોડ રૂપિયાના પૂર્ણ થઈ ચુકેલા કાર્યોનું લોકાર્પણ કરવાના છે. જેમાં ત્રણસો યોજનાઓનું લોકાર્પણ કરવામાં આવશે. આમા સિવિલ એરપોર્ટ ટર્મિનલ અને સાત ફ્લાઈઓવર મુખ્ય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોનિયા ગાંધીના લોકસભા મતવિસ્તાર રાયબરેલીની મુલાકાતે પણ જવાના છે. રાયબરેલી ખાતે આધુનિક રેલવે કોચના નિર્માણના કારખાનાની તેઓ મુલાકાત લેવાના છે. વડાપ્રધાન મોદીની રેલવે ફેક્ટરીની મુલાકાત ઘણી મહત્વપૂર્ણ છે. કારણ કે ભારતની ઉચ્ચ ગુણવત્તાવાળા રેલવે કોચના નિર્માણ અને નિકાસના બજાર પર નજર છે. રેલવે દ્વારા થોડા મહિના પહેલા પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો કે તેઓ એવા દેશો માટે બુલેટ ટ્રેનના ડબ્બાનું નિર્માણ અને તેની નિકાસ કરવાની ઈચ્છુક છે કે જેઓ ઝડપી ગતિવાળા કોરિડોરનું નિર્માણ કરી રહ્યા છે. આ કારખાનાને લઈને પહેલા જ ઘણાં દેશોએ પોતાના રસ દાખવ્યો છે. દક્ષિણ કોરિયા, જાપાન, જર્મની, ચીન અને તાઈવાનના અધિકારી કારખાનાની મુલાકાત લઈ ચુક્યા છે.

રેલવેના અધિકારીનું કહેવું છે ક ઘણાં દેશ ઓછી ઉત્પાદનની પડતરને કારણે ભારતનો ઉપયોગ નિર્માણના મુખ્ય કેન્દ્ર તરીકે કરે તેવી શક્યતા છે. વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે મોર્ડન કોચ ફેક્ટરીમાં પહેલીવાર આખા કોચનું નિર્માણ રોબોટ દ્વારા કરવામાં આવ્યું છે. એક કિલોમીટર લાંબી ઉત્પાદન લાઈનમાં રોબોટને સમાનંતરપણે કામે લગાવવામાં આવ્યા છે. અહીં રોબોટ કોચના નિર્માણ પર કામગીરી કરી રહ્યા છે. હાલ 70 રોબોટને કામ પર લગાવવામાં આવ્યા છે. આ સંપૂર્ણપણે મેક ઈન ઈન્ડિયા હેઠળની કામગીરી છે.

વડાપ્રધાન મોદીની મુલાકાત સંદર્ભે અધિકારીએ ક્હ્યુ છે કે આ તેમના માટે ઘણાં ગર્વની વાત છે. વડાપ્રધાન મોદીનું અહીં આવવું મહત્વપૂર્ણ છે. કારણ કે તેનાથી એ સંદેશો જશે કે ભારત તેના પોતાના કારખાનોમાં તૈયાર કરવામાં આવેલા રેલવેના કોચના નિકાસ માટે પ્રતિસ્પર્ધી બજારમાં ઉતરી રહ્યું છે. તેના સિવાય વડાપ્રધાન રવિવારે જ રાષ્ટ્રીય ધોરીમાર્ગ-232ના પુનર્નિર્મિત 133 કિલોમીટર લાંબા રાયબરેલી માર્ગને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ માર્ગ બુંદેલખંડ, ચિત્રકૂટ, લખનૌ અને ઉત્તરપ્રદેશના પૂર્વાંચલ ક્ષેત્ર વચ્ચે એક મહત્વપૂર્ણ સંપર્ક માર્ગ છે.

Related posts

પંજાબ વિધાનસભા ચૂંટણી/ પંજાબના મતદારો નહીં કરી શકે 14 ફેબ્રુઆરીએ મતદાન ? ચૂંટણી પંચ આજે કરી શકે છે મોટી જાહેરાત

Pravin Makwana

વેક્સિન ન લેનારાઓની ખૈર નથી! આજથી આ જગ્યાઓ પર નહીં મળે એન્ટ્રી, સરકારે અપનાવ્યું કડક વલણ

Bansari

શું તમે અમદાવાદ એરપોર્ટથી મુસાફરી કરવાના છો તો તમારે રાખવું પડશે ખાસ ધ્યાન, એરપોર્ટ 31 મે સુધી દરરોજના 9 કલાક રહેશે બંધ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!