GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

સોનિયા ગાંધીના લોકસભા મતવિસ્તારમાં પીએમ મોદીની રેલી માટે જાણો કેવી કરાઈ તૈયારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસના ગઢ અને યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીના લોકસભા મતવિસ્તાર રાયબરેલીની મુલાકાતે છે. તેઓ સવારે નવ વાગ્યે અને 50 મિનિટે રાયબરેલી પહોંચવાના છે અને અહીં લગભગ બે કલાક રોકવાના છે. રાયબરેલીમાં પીએમ મોદી લાલગંજ રેલવે કોચ ફેક્ટરીમાં 1100 કરોડ રૂપિયાની યોજનાનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવાના છે.

કેન્દ્ર અને યુપી સરકારના લગભગ અડધો ડઝન પ્રધાનો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે હાજર રહેવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાયબરેલી મુલાકાતને ગાંધી-નહેરુ પરિવારને ઘેરવાની કવાયત સ્વરપે જોવાઈ રહી છે. યુપીના રાજ્યપાલ રામ નાઈક અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે હશે. કેન્દ્રીય રેલવે પ્રધાન પિયૂષ ગોયલ અને કેન્દ્રીય ફૂડ એન્ડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીના પ્રધાન સાધ્વી નિરંજન જ્યોતિ પણ રાયબરેલી આવી રહ્યા છે.

યુપી સરકારના પ્રધાનોમાં જિલ્લાના પ્રભારી પ્રધાન નંદગોપાલ ગુપ્તા નંદી, મકાન અને શહેરી વિકાસ રાજ્ય પ્રધાન સરેશ પાસી, રાજ્ય કક્ષાના કૃષિ અને કૃષિ શિક્ષણ રણવેન્દ્ર પ્રતાપ સિંહ, ગ્રામ્ય વિકાસ પ્રધાન ડૉ. મહેન્દ્રનાથ સિંહ પણ હાજર રહેવાના છે. આ સિવાય ભાજપના સાંસદ સાક્ષી મહારાજ, ભાજપના પ્રદેશ પ્રમુખ મહેન્દ્રનાથ પાંડે, પ્રદેશ મહામંત્રી એમએલસી વિજયબહાદૂર પાઠક પણ હાજર રહેવાના છે.

વડાપ્રધાન મોદી સવારે નવ વાગ્યે અને 50 મિનિટે હેલિકોપ્ટર દ્વારા રેલવે કોચ ફેક્ટરી પહોંચશે અને ફેક્ટરી નિરીક્ષણ તથા ફેક્ટરીમાં બનેલા અત્યાધુનિક રેલવે કોચને લીલી ઝંડી દેખાડીને રવાના કરશે. બાદમાં તેઓ જાહેરસભા સ્થળે પહોંચશે અને 1100 કરોડની યોજનાઓના શિલાન્યાસ અને લોકાર્પણ કરશે તથા સંબોધન પણ કરશે. આ જાહેરસભામાં રાયબરેલી સહીત આસપાસના સાત જિલ્લામાંથી મોટી સંખ્યા લોકો વડાપ્રધાન મોદીને સાંભળવા માટે પહોંચવાના છે.

આ લોકોમાં મોટી સંખ્યામાં કેન્દ્ર અથવા રાજ્ય સરકારની યોજનાથી લાભાન્વિત થયેલા લાભાર્થીઓ પણ સામેલ થશે. બાદમાં રાયબરેલીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજ માટે રવાના થશે. લાભાર્થીઓને બેસવા માટે 25 હજાર ખુરશીઓ લગાવવામાં આવી છે. શનિવારે બપોરે સુરક્ષાદળોનું બ્રિફિંગ કરવામાં આવ્યું અને સુરક્ષા તૈયારીઓનો પૂર્વાભ્યાસ પણ કરવામાં આવ્યો હતો. બાદમાં એસપીજીએ સંપૂર્ણ કાર્યક્રમ સ્થળને પોતાના સુરક્ષા હેઠળ આવરી લીધું છે.

Related posts

રાજ્યના પ્રખ્યાત શક્તિપીઠ અંબાજી મંદિરનો મહત્વનો નિર્ણય, આટલા દિવસ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે કપાટ

pratik shah

શહેરમાં ઘાતક વાયરસનો કહેર વધ્યો, વધુ 133 લોકો થયા સંક્રમિત

pratik shah

શું ખરેખર કેન્સલ થઇ ગઇ 30 સપ્ટેમ્બર સુધીની તમામ રેગ્યુલર ટ્રેન? રેલવેએ આપ્યો આ જવાબ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!