GSTV

મોદીએ બતાવી 56ની છાતી, એ જગ્યાએ ગયા જ્યાં એક સમયે કોઇ જવાની હિંમત સુદ્ધા ન કરતું

Last Updated on December 31, 2018 by Mayur

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે અંદમાન નિકોબાર પહોંચ્યા, જ્યાં એ જેલની તેમણે મુલાકાત લીધી જ્યાં કેદીઓને કાળા પાણીની સજા ફરમાવવામાં આવતી હતી. આ સમયે મોદીએ કોઠરીમાં પણ ગયા, જ્યાં વીર સાવરકરને રાખવામાં આવ્યા હતા. ત્યારે જાણીએ કે આ જેલ અંદરથી કેવી છે.

પોર્ટ બ્લેયર નામની સેલ્યુલર જેલમાં ભારતના કેદીઓને સ્વતંત્રતા સંગ્રામ લડવા બદલ આકરામાં આકરી સજા ફરમાવવામાં આવતી હતી. અંગ્રેજોએ 1857ની ક્રાંતિ પછી આ જેલનું નિર્માણ કર્યું હતું. જે જેલમાં અંગ્રેજો સામે અવાજ ઉઠાવનારાઓને દૂર રાખવામાં આવતા હતા. એ માટે જ આ જેલનું નિર્માણ ભારતથી દૂર અંદમાનમાં કરવામાં આવ્યું હતું.

કહેવામાં આવે છે કે જ્યારે અંગ્રેજો તરફ લોકોએ પોતાનો અવાજ બુલંદ કર્યો ત્યારે 1896માં આ જેલનું નિર્માણકાર્ય શરૂ કરવામાં આવ્યું. 1906માં આ જેલ બનીને તૈયાર થઇ ગઇ. એ સમયે જે પણ ક્રાંતિકારીઓને જેલમાં મોકલવામાં આવતા હતા તેમને કાળા પાણીની સજા ફટકારવામાં આવતી હતી.

આ સજાને કાળા પાણીની સજા એટલા માટે કહેવામાં આવતી હતી કે જેલ ભારતની મુખ્યભૂમિથી ઘણી દૂર હતી. રાજધાની પોર્ટ બ્લેરમાં જે જગ્યાએ જેલ બનેલી હતી તેની ચારે તરફ પાણી જ પાણી ભરેલું હતું. કારણ કે અહીંનું સમગ્ર ક્ષેત્ર બંગાળની ખાડી અંતર્ગત આવતું હતું.

આ જેલમાં 696 સેલ હતી. દરેક સેલ 4.5 મીટર x 2.7 હતી. જેમાં બારીઓ નીચેના ભાગમાં હતી. પણ કેદી ઇચ્છીને પણ આ જેલની બહાર નહોતો જઇ શકતો. તેનું મુખ્ય ભવન લાલ ઈંટથી બનેલું હતું. આ ઈંટો જ્યાંથી લાવવામાં આવી હતી તે અત્યારે મ્યાંમારના નામે જાણીતું છે.

આ જેલમાં દરેક કેદીને એક બીજાથી અલગ રાખવામાં આવતા હતા. ક્રાંતિકારીઓ પર યાતાનાઓ ગુજારવામાં આવતી હતી. ક્રાંતિકારીઓને કોલ્હૂ તેલ કાઢવાના કામે લગાવવામાં આવતા હતા. કોઠરીમાં લાકડાનું પાથરણ, લોક, પ્લેટી, માટીનું વાસણ રાખવાની અનુમતિ આપવામાં આવતી હતી. આ સિવાય શૌચાલય ઉપયોગ કરવાનો પણ સમય રાખવામાં આવ્યો હતો.

દરેક કેદીએ નાળિયેર અને સરસોના તેલને કાઢવાનું કામ સોંપવામાં આવતું હતું. જો તેઓ એમ ન કરે તો તેમને ખરાબ રીતે પીટવામાં આવતા હતા અને બેડીઓથી જકડી દેવામાં આવતા હતા. જેમાં ઘણા કેદીઓની મોત થઈ ગઇ હતી.

આ જેલમાં બટુકેશ્વર દત્ત, વીર સાવરકર, બાબૂરાવ સાવરકર જેવા લોકોએ સજા કાપી હતી. સેલ્યૂલર જેલની દિવાલો પર વિર શહિદોના નામ લખવામાં આવ્યા છે. અહીં એ સંગ્રહાલય પણ છે જ્યાં એવા સાધનો છે જેનાથી કેદીઓને મારવામાં આવતા હતા. એકવાર ત્યાંથી 238 કેદીઓએ ભાગવાની કોશિષ કરી હતી. જેમાં એક કેદીએ આત્મહત્યા કરી અને બાકીના કેદીઓ પકડાઇ ગયા હતા. ભારત આઝાદ થયા બાદ તેની અન્ય બે શાખાઓને ધ્વસંત કરી દેવામાં આવી.

READ ALSO

Related posts

Human Life: માણસ વધુમાં વધુ 150 વર્ષ સુધી જ જીવી શકે, વૈજ્ઞાનિકોએ અભ્યાસમાં બતાવ્યું તેની સત્યતાનું કારણ

Harshad Patel

ED એક્શન મોડમાં: યસ બેંક ફ્રોડ મામલે અવનથા ગ્રુપના પ્રમોટર ગૌતમ થાપરની મની લોન્ડરિંગ કેસમાં થઈ ધરપકડ

pratik shah

Male contraception: વણજોઈતી પ્રેગ્નન્સીમાં કન્ડોમથી કંટાળેલા પુરુષો માટે નવો વિકલ્પ, નવા ગર્ભનિરોધકથી જ સ્પર્મનો થશે કન્ટ્રોલ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!