GSTV

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Last Updated on September 22, 2021 by Zainul Ansari

અમેરિકાની યાત્રા દરમિયાન વડાપ્રધાન મોદીએ ગ્લોબલ કોવિડ શિખર સંમેલનને સંબોધિત કરતા કહ્યું કે કોરોના મહામારી એક અભૂતપૂર્વ પડકાર છે અને જે હજુ સુધી પૂર્ણ થયો નથી. દુનિયાના મોટા ભાગમાં હજુ રસીકરણ થવાનું બાકી છે. તેથી રાષ્ટ્રપતિ બાઈડેનની આ પહેલ સામયિક અને સ્વાગત યોગ્ય છે.

પ્રશ્નો

ભારત દુનિયાનું સૌથી મોટું કોવિડ વેક્સિન અભિયાન ચલાવી રહ્યું છે. થોડા દિવસો પહેલા અમે એક દિવસમાં અઢી કરોડ લોકોને વેક્સિન આપી હતી. અત્યાર સુધીમાં અમે 20 કરોડ લોકોને કોવિડ વેક્સિનના બંને ડોઝ આપી દીધા છે. વડાપ્રધાન મોદીએ પણ જણાવ્યું કે અમે કોરોના દરમિયાન 150થી વધુ દેશોની મદદ કરી છે અને તેમને દવાઓ ઉપલબ્ધ કરાવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે અમે પોતાની કોવિડ વેક્સિનની 95 દેશો સાથે વહેંચણી કરી છે. કોરોના મહામારીને ખતમ કરવા માટે ભારત વિશ્વના અન્ય દેશોની સાથે મળીને કામ કરવા માટે તૈયાર છે.

પીએમ મોદીએ જણાવ્યું કે જેમ જેમ ભારતીય વેક્સિન વિકસાવવામાં આવી રહી છે તેમ અમે હાલની વેક્સિન ઉત્પાદનની ક્ષમતામાં પણ વધારો કરી રહ્યા છીએ. જેમ જેમ અમારું ઉત્પાદન વધે છે તેમ અમે ફરીથી અન્ય લોકોને વેક્સિન સપ્લાય કરી શકીશું. તેના માટે કાચા માલની સપ્લાય ચેઇન ખુલ્લી રાખવી પડશે.

પીએમે વિશ્વને જણાવ્યું કે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન ભારતમાં ચાલી રહ્યું છે. ભારતે તાજેતરમાં એક દિવસમાં 2.5 કરોડ લોકોને રસી આપી છે. મોદીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 80 કરોડથી વધુને ડોઝ આપવામાં આવ્યા છે અને 20 કરોડથી વધુ ભારતીયોને સંપૂર્ણ રસી આપવામાં આવી છે.

Read Also

Related posts

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Zainul Ansari

‘આજે સાચુ બોલવાની કોઈ હિમ્મત નથી કરી રહ્યા’, રાજકારણ હવે વેપાર: સત્યપાલ મલિક કોના પર સાધી રહ્યા છે નિશાન

Zainul Ansari

કોરોનામાંથી સાજા થયેલા લોકોમાં વાળ ખરવાની સમસ્યા, આ પદ્ધતિની સારવાર લઈ રહ્યા છે લોકો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!