GSTV

ICJનાં ચુકાદા બાદ વડાપ્રધાને મોદીએ ટ્વિટ કર્યુ- સત્ય અને ન્યાયની હંમેશા રક્ષા થવી જોઇએ

આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતે કુલભૂષણ જાધવની ફાંસીની સજા પર રોક લગાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂકાદાનું સ્વાગત કર્યું. પીએમ મોદીએ ટ્વીટ કરી ચુકાદા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે. આઇસીજેના નિર્ણયનું અમે સ્વાગત કરીએ છીએ. સત્ય અને ન્યાયની હંમેશા રક્ષા થવી જોઇએ. આઇસીજેને તથ્યોનો અભ્યાસ કર્યા બાદ આ નિર્ણય લેવા માટે અભિનંદન. મને વિશ્વાસ છે કે કુલભૂષણ જાધવને ન્યાય મળશે. અમારી સરકાર ભારતના દરેક નાગરિકની સુરક્ષા અને સંભાળ માટે હંમેશા કામ કરતી રહેશે. દરેક ભારતીયને બચાવવામાં આવશે.

તેમજ કુલભષણ કેસ મામલે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસમાં ભારતની તરફેણમાં ચુકાદો આવતા દેશનાં ગૃહ મંત્રી અને ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખે પણ ટ્વિટર પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમજ આ મામલે અમિત શાહે ટ્વિટ કરતાં જણાંવ્યું કે, ICJમાં આજનો દિવસ ઘણો સારો છે. આજનો ચુકાદોએ સત્યની જીત છે. અને માનવ ગૌરવની રક્ષા કરવાનું સૂચવે છે. મોદી સરકારનું લક્ષ્ય છે કે દરેક ભારતીયને પુરતી સુરક્ષા પ્રદાન કરવામાં આવે. તેમજ મોદી સરકારનાં રાજદ્વ્રારી પ્રયાસોને કારણે આ બધુ શક્ય થયું છે.

આ સાથે જ અમિત શાહે દેશનાં જાણીતા વકીલ અને કુલભૂષણ કેસમાં ભારતનાં પક્ષકાર હરીશ સાલ્વેને અભિનંદ આપ્યા હતા. તેમજ જણાંવ્યું હતું કે, કુલભૂષણ જાધવ કેસમાં તમારા અદભૂત પ્રયત્નો થકી સફળતા મળી છે, તે બદલ હું તમને અભિનંદન પાઠવું છું.

READ ALSO

Related posts

ગિલગિત-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન કરાવી રહ્યું છે ચૂંટણી, ભારતે કર્યો વિરોધ

Mansi Patel

પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ આવી એક્શનમાં, આ સંભવિત ઉમેદવારો પર લગાવી શકે છે દાવ

Nilesh Jethva

કોરોના સામે ઝઝૂમી રહેલા મહારાષ્ટ્રમાં સામે આવ્યું નવુ સંકટ, કોંગો ફિવરને લઈને પાલઘરમાં કરાયું એલર્ટ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!