GSTV
Home » News » પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જન્મદિવસ પર માતા હિરાબાને મળી આશિર્વાદ લીધા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જન્મદિવસ પર માતા હિરાબાને મળી આશિર્વાદ લીધા

જન્મદિવસ નિમિત્તે ગુજરાતની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી મોદી માતા હિરાબાને મળવા માટે પહોંચ્યા હતા. આ પહેલા વાત હતી કે સવારમાં જ પ્રધાનમંત્રી પોતાની માતા હિરાબાને મળશે, પરંતુ વ્યસ્ત કાર્યક્રમને લઈને પ્રધાનમંત્રી બપોર બાદ માતા હિરાબાને મળવા માટે પહોંચ્યા હતા. પોતાના જન્મદિવસ પર તેઓ અચૂક માતા હિરાબાને મળે છે.

આ સિવાય ગુજરાત મુલાકાત દરમ્યાન પણ જ્યારે પણ સમય મળે ત્યારે તેઓ માતા હિરાબાના નિવાસસ્થાને આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગમનને લઈને ચાપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો, તો આસપાસના લોકો પણ નરેન્દ્ર મોદીના આવવાના હોવાથી કાગડોળે રાહ જોઈ બેઠા હતા.

કેવડિયામાં મા નર્મદાના નીરના વધામણા કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના માતા હીરાબાના આશિર્વાદ લીધા. કેવડિયામાં તમામ કાર્યક્રમો પૂર્ણ થયા બાદ પીએમ મોદી ગાંધીનગર આવી પહોંચ્યા. અને રાયસણ સ્થિત માતા હીરાબાના નિવાસસ્થાને પહોંચી તેમના આશિષ મેળવ્યા. મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના દરેક જન્મદિવસે માતાના અચૂક આશિર્વાદ મેળવે છે. તેમજ દરેક ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ પણ તેઓ માતા હીરાબાના આશિર્વાદ મેળવતા રહે છે.

READ ALSO

Related posts

‘તારે આગળ વધવું હોય તો હું કહું તેમ કરવું પડશે’, માર્શલ આર્ટ શીખવતા શખ્સે યુવતી સાથે એવું કર્યું કે…

Arohi

મિત્રએ મિત્ર પર કર્યું ફાયરિંગ, ઘાયલ યુવક પહોંચ્યો પોલીસ સ્ટેશને

Nilesh Jethva

પ્રિન્સિપાલ અને અન્ય શિક્ષકોએ વિદ્યાર્થી અને તેની માતાને માર માર્યાનો આક્ષેપ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!