GSTV
Home » News » વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પદભાર સંભાળ્યો, કેબિનેટની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લીધો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પદભાર સંભાળ્યો, કેબિનેટની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લીધો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજી વખત સત્તાનું સુકાન સંભાળ્યું છે. ત્યારે તમામ પ્રધાનોએ કાર્યભાર સંભાળતાની સાથે જ મોદી સરકાર એક્શનમાં આવી ગઈ છે. દિલ્હીમાં મોદી સરકારની બીજી ટર્મની શરૂઆત પહેલી કેબિનેટ બેઠક મળી.

કેબિનેટમાં પહેલો નિર્ણય શહિદોના બાળકો માટે લેવાયો છે. નેશનલ ડીફેન્સ ફંડ અંતર્ગત શિષ્યવૃત્તિમાં વધારો કરાયો છે. કિશોરો માટે શિષ્યવૃત્તિ 2000થી વધારીને 2500 કરવાનો નિર્ણય લેવાયો છે.

તો કિશોરીઓની સ્કોલરશીપ 2250થી વધારીને 3000 કરાઈ છે. સાથે જ શહીદ પોલીસ જવાનોના બાળકોની શિષ્યવૃત્તિમાં પણ વધારો કરાયો છે.

પીએમ સ્કોલરશિપ યોજના હેઠળ આ નિર્ણય કરાયો છે. કેબિનેટ બેઠકમાં અમિત શાહ, રાજનાથસિંહ, નિર્મલા સિતારમણ સહિત 24 કેબિનેટ પ્રધાનો ઉપરાંત રાજ્યકક્ષાના બેઠકમાં સામેલ થયા હતા.

READ ALSO

Related posts

Chandrayaan 2: મંગળવારે લોન્ચ નહી, જાણો અંતરિક્ષ એજન્સીઓની અનોખી માન્યતાઓ

Path Shah

ગર્વની પળ : પીએમ મોદીએ Live નિહાળ્યું ચંદ્રયાન-2નું લૉન્ચિંગ, Tweet કરીને પાઠવી શુભેચ્છા

Bansari

પીએમ મોદી પણ ખુરશી પાછળ ઉભા રહી તાળીઓ પાડવાનું ન ચૂક્યા, ભારતે મેળવી એવી ઐતિહાસિક સિદ્ધિ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!