GSTV
Home » News » આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના મત વિસ્તારમાં, વારાણસીવાસીઓમાં અનેરો ઉત્સાહ

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના મત વિસ્તારમાં, વારાણસીવાસીઓમાં અનેરો ઉત્સાહ

લોકસભા ચૂંટણીના પ્રચંડ પરિણામ બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત પોતાના સંસદિય વિસ્તાર વારાણસીની મુલાકાતે છે. નરેન્દ્ર મોદી વારાણસીથી ફરી એક વખત પ્રચંડ બહુમતી સાથે સાંસદ બન્યા છે. ત્યારે આજે પોતાના સાંસદને આવકારવા માટે વારાણસીવાસીઓમાં અનેરો ઉત્સાહ છે. નરેન્દ્ર મોદી વારાણસીમાં બાબા કાશી વિશ્વનાથના આશીર્વાદ લેશે. પાર્ટી કાર્યકરોને સંબોધિત કરશે. આ ઉપરાંત તેઓ કાશીવિશ્વનાથ કોરિડોર અંગે અધિકારીઓ સાથે પણ ચર્ચા કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના મત વિસ્તાર વારાણસીની મુલાકાતે જવાના છે. તેઓ વારાણસીમાં કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરશે અને બાદમાં તેઓ ગંગા આરતીમાં પણ સામેલ થશે. પીએમ મોદી વારાણસીમાં જનતા અને કાર્યકર્તાઓ સાથે પણ સંવાદ કરશે. આ ઉપરાંત તેઓ કાશીવિશ્વનાથ કોરિડોર અંગે અધિકારીઓ સાથે પણ ચર્ચા કરશે.

મહત્વપૂર્ણ છે કે, પીએમ મોદી વારાણસી બેઠક પરથી ચાર લાખ 79 હજાર 505 મતના અંતરથી જીત્યા હતા. આ પહેલા તેઓ 2014માં 3 લાખ 71 હજાર 784 મતથી જીત્યા હતા. વારાણસી બેઠક પર ભાજપ સતત છ વખત લોકસભા જીતતુ આવ્યુ છે. પીએમ મોદી પહેલા પાર્ટીના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોષી વારાણસી બેઠક પરથી ચૂંટાતા આવ્યા હતા. પરંતુ 2014માં નરેન્દ્ર મોદીને વારાણસી બેઠક પરથી ટિકિટ આપવામાં આવી અને તેઓ 2019માં ફરીવાર વારાણસી બેઠક પરથી ચૂંટાયા છે.

READ ALSO

Related posts

ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ છોડી રહ્યા છે નોકરીઓ, કારણ જાણીને તમે પણ થઈ જશો દંગ

Mansi Patel

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને શરદ પવારનું ચોંકાવનારું નિવેદન, BJP-શિવસેનાને પુછો સરકાર કેવી રીતે બનશે

Mansi Patel

મારા જલેબી ન ખાવાથી પ્રદૂષણ ખત્મ થાય છે તે હું જિંદગીભર જલેબી છોડી શકું છું, ગંભીર બગડ્યો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!