GSTV

વાહ મોદીજી વાહ ! વડનગરના જે સ્ટેશન પર વડાપ્રધાન ચા વેચતા હતા, તેની તસ્વીર બદલાઈ ગઈ, ખુદ મોદી કરશે તેનું ઉદ્ધાટન

Last Updated on July 14, 2021 by Pravin Makwana

પ્રધાનમંત્રી મોદી 16 જૂલાઈના રોજ ગુજરાતના વડનગર રેલવે સ્ટેસનનું ડિજીટલી ઉદ્ધાટન કરશે. આ એજ વડનગર રેલવે સ્ટેશન છે. જ્યાં વડાપ્રધાન મોદી પોતાના પિતા સાથે ચાની દુકાન પર ટ્રેનમાં ચા વેચતા હતા. અહીં સમગ્ર રેલવે સ્ટેશનને હેરિટેજ લુક આપવામાં આવ્યો છે. સાથે જ રેલ્વે સ્ટેશન પર હવે પ્રધાનમંત્રી મોદીના પિતાની ચાની દુકાન પણ રાખવામાં આવી છે.

વડનગર અહીં મુખ્ય સ્ટેશન છે. જે એક ઐતિહાસિક રૂપથી મહત્વપૂર્ણ શહેરનો ભાગ છે. તેને વડનગર-મોઢેરા-પાટણ હેરિટેજ સર્કિટ અંતર્ગત બનાવામાં આવ્યુ છે. વડનગર સ્ટેશનની ઈમારત પથ્થરનું નક્શી કામ અને સમગ્ર એરિયાનું ઉત્તમ રીતે ડિઝાઈન કરવામાં આવી છે. પ્રવેશ અને એક્ઝિટ માટે વાસ્તુશિલ્પથી ડિઝાઈન કર્યુ છે.

ઉદ્ધાટન સાથે જ 16 જૂલાઈથી વડનગર હવે રેલવેના બ્રોડ ગેજ લાઈનના માધ્યમથી ભારતના અન્ય સ્થાન સાથે જોડાઈ જશે. હવે દેશના અલગ અલગ ભાગને જોડતા આ ખંડ પર મુસાફરો અને માલગાડીને કોઈ પણ અડચણ વગર ચલાવી શકાશે.

વડનગર રેલવે સ્ટેશન પર મળતી સુવિધા

  • 425 મીટર લાંબા બે પ્લેટફોર્મ
  • બંને પ્લેટફોર્મને જોડતો એક ફૂટ ઓવર બ્રિજ
  • કેફે સાથે વેટીંગ રૂમ
  • સામાન્ય અને મહિલા મુસાફરો માટે વેટીંગ રૂમ
  • શૌચાલયની સુવિધા
  • પાણીના ફુવારા સાથે પાણીની વ્યવસ્થા
  • બેસવાની વ્યવસ્થા
  • દિવ્યાંગ મુસાફરો માટે રેંપ, શૌચાલય અને પાણીની સુવિધા
  • બુકીંગ સુવિધા

આ ઉપરાંત 16 જૂલાઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પુનર્વિકસીત ગાંધીનગર રેલ્વે સ્ટેશનની ઉપર એક નવનિર્મિત ફાઈવ સ્ટાર હોટલ અને કેટલાય અન્ય મોટો પ્રોજેક્ટનું ઉદ્ધાટન ડિજીટલ રીતે કરશે. ગાંધીનગરાં આવેલા રેલવે સ્ટેશનની ઉપર આ ફાઈવ સ્ટાર હોટલનું નિર્માણ કાર્ય 2017માં શરૂ થયુ હતું. વડાપ્રધાન મોદીએ તેની આધારશિલા રાખી હતી.

READ ALSO

Related posts

ડ્રગ્સ કેસ/ મોડી પડેલી અનન્યા પાંડેને સમીર વાનખેડેએ ઝાટકી નાખી, કહ્યું- આ તમારું પ્રોડક્શન હાઉસ નથી

Damini Patel

આવ ભાઇ હરખા! ટેરર ફંડિંગમાં પાકિસ્તાનને સાથ આપનાર આ દેશ પણ ગ્રે લિસ્ટમાં, FATFમાં મોદી સરકારને મોટી સફળતા

Bansari

PhonePe વાપરતા ગ્રાહકો માટે મોટો ઝટકો/ 50 રૂપિયાથી વધારેના મોબાઈલ રિચાર્જ પર ચુકવવો પડશે ચાર્જ, પ્રોસેસિંગના નામે લેવાશે ફી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!