GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટેરા સ્ટેડિયમના એરિયલ વ્યૂનો શેર કર્યો વીડિયો, હેલિકોપ્ટરમાંથી લેવાયેલો છે આ Video

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં 36મી નેશનલ ગેમ્સના ઉદ્ઘાટન પ્રસંગે પહોંચે તે પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટેરા સ્ટેડિયમના એરિયલ વ્યૂનો વીડિયો શેર કર્યો છે.આ વીડિયો હેલિકોપ્ટરમાંથી લેવાયેલો છે.

ગત 8 જુલાઈ, 2022ના દિવસે નેશનલ ગેમ્સ 2022 ગુજરાતમાં યોજાશે, તેવી સત્તાવાર જાહેરાત થઈ હતી.આ નેશનલ ગેમ્સમાં એથ્લેટિક્સ, હોકી, ફૂટબોલ, વોલીબોલ, લોન ટેનિસ, ટેબલ ટેનિસ, જૂડો, ખો-ખો, કુશ્તી અને મલખમ જેવી 34 રમતો ઈન્ડોર અને આઉટડોર સ્ટેડિયમમાં રમાશે.ગુજરાત સરકારે સ્પોર્ટસ પોલીસીની કરીને સ્પોર્ટસ ક્ષેત્રે રોકાણોને આકર્ષ્યા છે. ગુજરાતમાં વર્લ્ડ ક્લાસ સ્પોર્ટસ કોમ્પલેક્સ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે.

વર્ષ 2022માં 2.5 કરોડની સરખામણીમાં આજે રમતગમત માટેનું આશરે 250 કરોડનું ભવ્ય બજેટ ફાળવવામાં આવ્યુ છે. હવે જ્યારે ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ બનેલા ટ્રાન્સ્ટેડીયા જેવા ગુજરાતના 6 શહેરોમાં અત્યાધુનિક વિશાળ સ્ટેડિયમમાં દેશભરના અંદાજિત 7,000 રમતવીરોને 34થી વધુ રમતો રમવાનો અવસર પ્રાપ્ત થશે.

Related posts

શું પાટણ અને મહેસાણામાં ફરી બાજી પલટાશે?  ભાજપને ખોવાયેલી જમીન પાછી મળવાની આશા

HARSHAD PATEL

આપ ઉમેદવાર અલ્પેશ કથિરીયાની કિશોર કાનાણીને ચેલેન્જ, આઠ ડિસેમ્બરે કાકાની જીત થશે તો મારા ખભા પર બેસાડીશ

pratikshah

કોંગ્રેસમાં ભડકો / તમે તો વાંકા વળીને ઝૂકી ગયા પણ અમારે તમને જીતાડીને એમને જ ઝૂકવાનું

pratikshah
GSTV