GSTV

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીના 808માં ઉર્ષ પ્રસંગે ચાદર ભેટમાં આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અજમેરમાં ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીના 808માં ઉર્ષ પર દરગાહમાં ચાદર ભેટ આપી હતી. શુક્રવારે યુનિયન મિનિસ્ટર ઓફ માઈનોરિટી અફેર્સ મુખ્તાર અબ્બાસ નકવીના નેતૃત્વમાં એક ડેલિગેશનને ચાદર સોંપી હતી. વડાપ્રધાન કાર્યાલયે ટ્વીટ કરીને જણાવ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અજમેર શરીફ દરગાહમાં ચાદરભેટ માટે ચાદર સોંપી હતી.’ જે પછી પ્રધાનમંત્રીની આ તસવીર સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ હતી.

ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીના 808માં ઉર્ષ પર દરગાહમાં ચાદર ભેટ

મુખ્તાર અબ્બાસ નકવીએ પત્રકારોને સંબોધતા જણાવ્યું કે,’વડાપ્રધાનજીએ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીના 808માં ઉર્ષ પર દરગાહમાં ચાદર ભેટ માટે અમને ચાદર સોંપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી છઠ્ઠીવાર અજમેરમાં ખ્વાજા સાહેબની દરગાહ પર ચાદરભેટ કરવામાં આવી છે. વડાપ્રધાન 25 ફેબ્રુઆરીના રોજ ચાદર ભેટ માટે જશે.’

ડેલિગેશન સાથે મુલાકાત કરી

નકવીએ જણાવ્યું કે વડાપ્રધાને આ તકે એક ડેલિગેશનની મુલાકાત કરી અને અડધા કલાકની આ મુલાકાત ખુશનુમા વાતાવરણમાં થઈ હતી. તેમણે જણાવ્યું કે વડાપ્રધાને દેશની ખુશાલી માટે કામના કરતા એક સંદેશ પણ આપ્યો હતો. આ દરગાહ ખ્વાજા સાહેબ અજમેરના સજ્જાદ નશીન સૈય્યદ નસીરુદ્દીન ચિશ્તીએ કહ્યું કે વડાપ્રધાને ખ્વાજા સાહેબની દરગાહ પર ચાદર ભેટ કરી છે અને તેની સાથે એક સંદેશો પણ આપ્યો છે.

કોણ કોણ રહ્યું હાજર ?

શિષ્ટમંડલમાં અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રોફેસર તારિક મન્સૂર, દરગાહ ખ્વાજા સાહેબ અજમેરના સજ્જાદા નશીન સૈય્યદ નસીરુદ્દીન ચિશ્તી, અંજુમન સૈયદજાદગાનના સદર સૈયદ મોઈન હુસૈન ઉપરાંત શેખજાદા અબ્દુલ જાર ચિશ્તી, ઈન્ડિયા ઈસ્લામિક કલ્ચર સેન્ટરના સિરાજુદ્દીન કુરૈશી, ઈસ્લામિક વિશ્વ પરિષદના મૌલાના જલાલ હૈદર, જેએનયુના પ્રોક્ટર પ્રોફેસર કુતુબુદ્દીન, સર્વધર્મ એકતા પરિષદના મુફ્તી સમુન કાશમી, લેફ્ટનન્ટ જનરલ સેવાનિવૃત અતા હસનૈન વગેરેનો સમાવેશ છે.

READ ALSO

Related posts

થૂક લગાવીને વેચી રહ્યો હતો ફળ, Video વાયરલ થતાં જ થઇ ગયાં આવા હાલ

Bansari

કોરોના પોઝિટીવની સંખ્યા 3100ને પાર : 86નાં મોત થયા, 130 કરોડ લોકો ઘરમાં છતાં કોરોના બની રહી છે મહામારી

Karan

ગુજરાતમાં કોરોનાથી પણ ખતરનાક છે આ રોગો : મોતના આંક કોરોનાને ડરાવી દેશે, ફક્ત સાવચેતી રાખો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!