GSTV

નરેન્દ્ર મોદીએ પ્રાઇમ મિનિસ્ટર ઓફિસને પબ્લિસિટી મિનિસ્ટર ઓફિસ બનાવી દીધી : રાહુલ ગાંધી

Rahul Gandhi

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ પીએમઓ એટલેે કે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસને પબ્લિસિટી મિનિસ્ટર ઓફિસ બનાવી દીધી છે. પોતાના પ્રચાર અને વાહવાહી માટે મોદીએ પીએમઓનો દુરુપયોગ કર્યાનો આરોપ પણ રાહુલે લગાવ્યો હતો.

મણીપુરની રાજધાની ઇંફાલમાં એક રેલીમાં ઉપરાંત અહીં વિદ્યાર્થીઓને સંબોધતી વેળાએ રાહુલે આ પ્રહારો કર્યા હતા. સાથે જણાવ્યું હતું કે ખરેખર નરેન્દ્ર મોદીએ કોઇ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે કે કેમ તેને લઇને પણ મને શંકા છે. 

રાહુલે આરોપ લગાવ્યો હતો કે મોદીએ માત્ર પોતાના પ્રચાર માટે વડા પ્રધાન ઓફિસનું જે સ્તર છે તેને ઘટાડી દીધુ છે અને પીએમઓને પબ્લિસિટી મિનિસ્ટર ઓફિસ બનાવી દીધુ છે. મોદીના શિક્ષણ પર સવાલો ઉઠાવતા રાહુલે જણાવ્યું હતું કે કોઇ નથી જાણતું કે ખરેખર નરેન્દ્ર મોદી કોઇ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે ગયા હતા કે કેમ.

મોદી દાવો કરી રહ્યા છે કે તેમણે કોલેજનો અભ્યાસ પણ કર્યો છે. જોકે તેમની ડીગ્રીને લઇને પણ અગાઉ અનેક સવાલો વિપક્ષ ઉઠાવી ચુક્યો છે, રાહુલે જણાવ્યું હતું કે મોદીની ડીગ્રી અંગે એક આરટીઆઇમાં સવાલ પૂછવામાં આવ્યો હતો પણ કોઇ જ જવાબ યુનિ. દ્વારા આપવામાં નહોતો આવ્યો. 

Rahul Gandhi public meetings in Gujarat

રોજગારીનો મુદ્દો ઉઠાવતા રાહુલે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં ચાર કરોડ ૭૦ લાખ નોકરીઓ ખતમ થઇ ગઇ છે. જ્યારે મોદીએ દર વર્ષે બે કરોડ નોકરી આપવાનું વચન આપ્યું હતું પણ ઉલટા દરરોજ સરેરાશ ત્રીસ હજાર નોકરી છીનવી લીધી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખરેખર એક જોક છે.

એક સમય હતો જ્યારે દેશમાં દરરોજ ૫૦૦ નોકરીનું સર્જન થતું હતું હવે રોજ ત્રીસ હજાર કરોડ લોકો પાસેથી સરકાર નોકરી છીનવી રહી છે. રાહુલે સાથે એવો દાવો પણ કર્યો હતો કે મણિપૂર જેવા રાજ્યોમાં લાગુ કરેલ આફ્સ્પા જેવી કઠોર શક્તિઓને અમે હળવી કરી હતી અને હવે તેને હટાવી દેવી તે પણ અમારો મુખ્ય ઉદ્દેશ્ય રહેશે. 

રાહુલે સાથે સિટિઝન બિલનો પણ વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે અમે આ બિલને સમર્થન નહીં આપીએ. રાહુલે સાથે ભાજપને નફરત ફેલાવનારી પાર્ટી પણ ગણાવી હતી. નોટબંધી પર પ્રહારો કરતા રાહુલે જણાવ્યું હતું કે એક દિવસ મોદીને નોટબંધીનું સપનુ આવ્યું અને તેમણે નોટબંધી લાગુ કરી દીધી, જે બાદ કરોડો લોકોની જિંદગી બિસ્માર કરી નાખી, શું આ કોઇ જોક છે.

જ્યારે કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલે જણાવ્યું હતું કે ચોકીદાર મોદીએ દેશની જનતા પાસેથી રોજ ૩૦ હજાર નોકરી છીનવી લીધી. 

Related posts

હોટેલમાં પાર્ક વાહન મામલે સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ચૂકાદો, હોટલની છે જ જવાબદારી

Mayur

સંસદનું શિયાળુ સત્ર તોફાની બનવાના એંધાણ, સરકાર 35 બિલ કરાવશે પાસ

Kaushik Bavishi

5 લોકોની હત્યા કરનાર 35 વર્ષના ‘બિન લાદેન’નું અચાનક મૃત્યુ, ડૉક્ટરોની ખાસ ટીમ કરશે પોસ્ટમોર્ટમ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!