GSTV
Home » News » પીએમ મોદી અને યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી સહિતનાં નેતાઓએ શીલા દીક્ષિતને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

પીએમ મોદી અને યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી સહિતનાં નેતાઓએ શીલા દીક્ષિતને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

દિલ્હીનાં પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસનાં દિગ્ગજ મહિલા નેતા શ્રીમતી શીલા દિક્ષીતનું નિધન થતા વડાપ્રધાન મોદી, લોકસભા સ્પીકર ઓમ બિરલા અને યુપીએ ચેરપર્સન સહિતનાં નેતાઓએ તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં. શીલા દિક્ષીતનાં ઘરે પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યાં હતાં. પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર ટ્વિટ કરીને દુખની લાગણી વ્યક્ત કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે શીલા દિક્ષીતનો રાજકિય નેતા તરીકે સુદિર્ધ કાર્યકાળ રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શીલા દીક્ષિતના નિધન પર શોક વ્યક્ત કર્યો. ટ્વિટર પર શોક વ્યક્ત કર્યા બાદ પીએમ મોદી દિલ્હીના નિઝામુદ્દીન ખાતે શીલા દીક્ષિતના નિવાસ સ્થાને પહોંચ્યા. અને તેમના અંતિમ દર્શન કર્યા. આ સમયે પીએમ મોદીએ શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિત અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે શીલા દિક્ષીતને શ્રદ્ધાંજલિ આપવા માટે પીએમ મોદી તેમજ યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી પણ આવ્યાં હતાં.

તેમજ લોકસભાનાં સ્પીકર ઓમ બિરલાએ પણ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં. તેમજ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

અત્રે મહત્વનું છે કે દિલ્હી સરકારે શીલા દિક્ષીતનાં સન્માનમાં બે દિવસનો રાજકિય શોક જાહેર કર્યો છે.

READ ALSO

Related posts

હિંદ મહાસાગરમાં ચીન અને પાકિસ્તાન હવે નહી કરે ઉચી નજર, ભારત વસાવી રહ્યું છે આ હથિયાર

Nilesh Jethva

સુરત : હોસ્પિટલમાં કાયમી નોકરીના નામે 10 મહિલાઓના કપડાં ઉતરાવાયા

Mayur

ડોનાલ્ડ ટ્રમ્પની સાથે દિકરી ઈવાંકા પણ આવશે ભારત, જમાઈ છે પ્રતિનિધિમંડળનો ભાગ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!