GSTV
Home » News » નમામિ દેવી નર્મદે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નર્મદાના નીરના વધામણાં કર્યા

નમામિ દેવી નર્મદે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નર્મદાના નીરના વધામણાં કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર સરોવર ડેમ પર નર્મદા નદીના નીરના વધામણા અને પૂજા-અર્ચન કર્યા. પીએમ મોદીએ નર્મદા મૈયાના ચૂંદડી અને શ્રીફળ પણ અર્પણ કર્યુ.. પીએમ મોદીએ 101 બ્રાહ્મણની હાજરીમાં મંત્રોચ્ચાર સાથે નર્મદા મૈયાની પૂજા કરી છે. આ પ્રસંગે પીએમ મોદી સાથે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2017માં પણ નર્મદાના નીરના વધામણા કર્યા હતા. આ પ્રસંગે પીએમ મોદી સાથે રાજ્યના સીએમ વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા. ત્યારે ફરીવાર પીએમ મોદીએ નર્મદા મૈયાની પૂજા-અર્ચના કરી છે.

કેવડિયાના વિવિધ પ્રોજેક્ટનું કર્યું નિરીક્ષણ

નર્મદા નીરના વધામણા કરતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે નિર્માણ પામેલા વિવિધ ગાર્ડન તેમજ જંગલ સફારીની મુલાકાત લીધી. પીએમ મોદીએ સરદાર સરોવર પાસે વન વિભાગ દ્વારા વિકસાવવામાં આવી રહેલા જંગલ સફારી પાર્કની મુલાકાત લીધી. અહીં એશિયાટીક સિંહ, વાઘ, ચિતા સહિતના અન્ય પશુ-પક્ષીઓ આકર્ષણનું કેન્દ્ર રહેશે.

આ ઉપરાંત પીએમે ખલવાણી ઇકો ટુરિઝમની પણ મુલાકાત લીધી. અહીં ગજેબો રેસ્ટોરન્ટ, ફિશ પેડિક્યોર અને સાયકલિંગ જેવી સુવિધા શરૂ થશે. ત્યાર બાદ પીએમે કેકટસ ગાર્ડનની મુલાકાત લઇ વિવિધ કદ અને પ્રજાતિના કેકટસ અંગે માહિતી મેળવી. પીએમ મોદીએ સુંદર અને મનમોહક એવા બટરફ્લાય પાર્કની પણ મુલાકાત લીધી.

અહીં દેશના વિવિધ રાજ્યોમાંથી અલગ-અલગ પ્રજાતિઓના પતંગિયાનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. જે બાદ પીએમે બેકગ્રાઉન્ડમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમના દ્રશ્યો કેદ થાય તે રીતે વિવિધ પોઝમાં ફોટોસેશન પણ કરાવ્યું.

READ ALSO

Related posts

મહારાષ્ટ્ર વિધાનસભામાં એક્ઝિટ પોલના આંકડા મુજબ ભાજપ-શિવસેનાને મળશે આટલી સીટો

Nilesh Jethva

વડોદરાની મકરપુરા જીઆઇડીસીમા બ્લાસ્ટ થતા આગ લાગી, છથી વધુ લોકો દાઝ્યા

Nilesh Jethva

ગાડી લઇને સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના છો તો આ નિયમ પાળજો નહીં તો પોલીસ કરશે ફરિયાદ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!