વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 સંમેલનમાં ભાગ લેવા અર્જેન્ટીનાની મુલાકાતે

જી-20 સંમેલનમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અર્જેન્ટીનાની મુલાકાતે છે. આર્જેન્ટીનાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજધાની બૂએનોસ આઇરીસમાં યુનાઇટેડ નેશનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે મુલાકાત કરી છે. બંને નેતાઓએ આ બેઠકમાં જળવાયુ પરિવર્તન સહિત વૈશ્વિક પરિસ્થિતિઓ અંગે ચર્ચા કરી.

આ પહેલા ભારત પ્રવાસ દરમિયાન ગુટેરેસ અને પીએમ મોદી વચ્ચે મુલાકાત થઇ હતી. આ સમિટમાં પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને જાપાનના પીએમ શિંજો આબે સાથે મુલાકાત કરશે. ભારત-પ્રશાંત ક્ષેત્રમાં ચીનના વધતા રણનૈતિક પ્રભાવને જોતા આ બેઠક ઘણી મહત્વની માનવામાં આવી રહી છે.

વડાપ્રધાન મોદીએ આર્જેન્ટીનાના રાજધાનીમાં સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે મુલાકાત કરી. આ મુલાકાત ઘણી મહત્વની જ રહી. વિદેશ સચિવ વિજય ગોખલેએ મુલાકાત અંગે જણાવ્યું કે પીએમ મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સ વચ્ચે બેઠક દરમિયાન ટેકનોલોજી. કૃષિ અને ઉર્જાના ક્ષેત્રોમાં રોકાણની સંભાવનાઓ પર વાતચીત થઇ. વડાપ્રધાને ખાસ કરીને સ્થિર ઉર્જા કિંમતો પર વધુ ભાર આપ્યો. તેમણે કહ્યું કે મુલાકાત સૌહાર્દપૂર્ણ માહોલમાં થઇ. સાઉદી અરબ દ્વારા બેથી ત્રણ વર્ષમાં રોકાણ કેવી રીતે વધારી તેના અંગે પણ મંત્રણા થઇ.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter