GSTV
Finance Trending

‘પ્રધાનમંત્રી લોન યોજનામાં મળી રહ્યા છે 2 લાખ રૂપિયા’, આવી કોઈ યોજનામાં ફસાતા પહેલાં જાણી લો સરકારે શું કરી છે સ્પષ્ટતા

છેલ્લા કેટલાક દિવસોથી, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક મેસેજમાં ભારત સરકારની યોજના વિશે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. આ મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોન યોજના શરૂ કરી છે. આ યોજનાનું નામ ‘પ્રધાનમંત્રી લોન સ્કીમ’ છે. તેમાં 2 લાખ રૂપિયા આપવામાં આવી રહ્યા છે. પરંતુ સરકારે આ અંગે સ્પષ્ટતા કરી છે. પીઆઈબી ફેક્ટ ચેકએ આ માહિતી આપી છે.

આ ખોટો દાવો છે

કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે “પ્રધાનમંત્રી લોન યોજના” ના નામે કોઈ યોજના નથી અને આ યોજના હેઠળ તમામ અરજદારોને 2,00,000 રૂપિયાની રકમ મળી રહી છે.આ દાવો પણ એકદમ ખોટો છે.

પીઆઈબીએ તેની ફેક્ટ ચેકમાં આ માહિતી આપી છે. PIBFactcheckમાં કહેવામાં આવ્યુ છે કે આ દાવો ખોટો છે. કેન્દ્ર સરકારની “પ્રધાનમંત્રી લોન યોજના” નામની કોઈ યોજના નથી. તમને જણાવી દઈએ કે પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો / પીઆઇબી એ ભારત સરકારની નીતિઓ, કાર્યક્રમની પહેલ અને સિદ્ધિઓ વિશે સમાચારપત્રો અને ઇલેક્ટ્રોનિક મીડિયાને માહિતી આપવાની મુખ્ય એજન્સી છે.

પ્રધાનમંત્રી મુદ્રા યોજના

તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર ઉદ્યોગપતિઓ માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) ચલાવે છે. આ હેઠળ લોકોને પોતાનો એન્ટરપ્રાઇઝ (ધંધો) શરૂ કરવા માટે થોડી રકમની લોન આપવામાં આવે છે. આ યોજના એપ્રિલ 2015 માં શરૂ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારની મુદ્રા યોજના (PMMY) ના બે ઉદ્દેશ્ય છે. પહેલો સ્વ-રોજગાર માટે સરળતાથી લોન આપવી. અને બીજો, નાના ઉદ્યોગો દ્વારા રોજગારનું નિર્માણ કરવું. જો તમે પણ તમારો વ્યવસાય શરૂ કરવા માટે મૂડીની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો પછી તમે કેન્દ્ર સરકારની PMMY સાથે તમારા સ્વપ્નને સાકાર કરી શકો છો.

READ ALSO

Related posts

રીક્ષાવાળા ભાઈએ વાપરી સરસ યુક્તિ, ઓટોમાં લગાવી દીધું કુલર

Siddhi Sheth

નવી એરલાઇન ફ્લાય 91નો ફર્સ્ટ લુક જાહેર, શિયાળામાં પ્રથમ ફ્લાઈટ ઉડશે

Vushank Shukla

બીએસઇ ડેરિવેટિવ્ઝના ટર્નઓવરમાં ઉછાળો

Vushank Shukla
GSTV