GSTV

જ્યારે જ્યારે કોંગ્રેસ 56નો આંકડો સાંભળે છે ત્યારે ત્યારે કોંગ્રેસની ઉંઘ હરામ થઈ જાય છે

pm narendra mod

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના કલબુર્ગીમાં ફરી એક વખત Congress પર નિશાન સાધ્યું હતું. બાલાકોટમાં કરેલી એરસ્ટ્રાઇકનો ઉલ્લેખ કર્યા વગર પીએમ મોદીએ જણાવ્યું કે 56નો આંકડો સાંભળતા જ Congress ની ઉંઘ હરામ થઇ જાય છે. સાથે જ પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસે કર્ણાટકમાં દેવામાફીના નામે ખેડૂતો પાસે મત માંગ્યા.

પરંતુ સરકાર બન્યા બાદ કોંગ્રેસે અહીં વિકાસના કોઇ જ કાર્યો કર્યા નથી. વડાપ્રધાને કર્ણાટકમાં અંદાજે એક હજાર કરોડ રૂપિયાની પરિયોજનાઓનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કર્યો. પીએમ મોદી સ્વાસ્થ્ય, ઉર્જા અને શિક્ષણ જેવા વિભિન્ન ક્ષેત્રોની વિકાસ યોજનાઓ વડે કર્ણાટકના મતદારોને રિઝવવાના પ્રયાસો કરશે.

સરકાર બન્યા બાદ કોંગ્રેસ કર્ણાટકમાં વિકાસ ભુલી ગઈ

મોદીએ કહ્યું, મેં ખેડૂત સન્માન નિધિનો પહેલો હપતો પણ આપી દીધો છે. તે 1.5 કરોડ ખેડૂતોને મળી પણ ગઈ છે. જેમને માત્ર રાજકારણ કરવું છે તેમનો ખેડૂતોનું ભલુ કરવાનો કોઈ ઈરાદો નથી. અમુક રાજ્ય સરકારોને લાગે છે કે, તેમની હાજરીમાં જો ખેડૂતોના ખાતામાં રૂ. 2,000 પહોંચી ગયા તો લોકો મોદી-મોદી કરવા લાગશે. અને તેથી કર્ણાટકની સરકાર અહીંની નજતા સાથે દગો કરીને તેમને આ યોજનાનો લાભ નથી આપતી.

કર્ણાટકના રિમોટ કંટ્રોલ મુખ્યમંત્રીએ હજી સુધી કેન્દ્ર સરકારને ખેડૂતોનું લિસ્ટ નથી મોકલ્યું. કર્ણાટકનો કોઈ પણ ખેડૂત આ ખેડૂત વિરોધી સરકારને ક્યારેય માફ નહીં કરે. હું તેમને કહેવા માંગુ છું કે, જો તેઓ ખેડૂતોના હિતમાં વચ્ચે દિવાલ બનીને ઉભા રહેશે તો ખેડૂતોને તે દિવાલ પાડી દેતા વાર નહીં લાગે. વંશવાદ કરતા લોકોની આ જ ઈચ્છા છે કે તેઓ ગરીબોના વોટ લઈ ગયા પછી તેમને ભૂલી જાય છે.

ધિરાણ માફ કરવાના નામ પર કર્ણાટક સરકારે વોટ માંગ્યા હતા. તેમણે કહ્યું હતું કે, તેઓ ખેડૂતોના દેવા માફ કરશે, પરંતુ તેમણે જનતાને મુરખ બનાવી છે. ખેડૂતો પર ઉલટો કેસ કરી દીધો, તેમને પોલીસો પાસે મોકલ્યા. આજ તેમની પદ્ધતિ છે. આવા ખેલાડીઓનો હિસાબ બરાબર કરી દેવાનો મોકો આવી ગયો છે. તે લોકો જ ખેડૂતો સુધી લાભ પહોંચવા દેતા નથી. આ તે લોકો એટલા માટે નથી કરતાં કારણ કે તેમાં વચેટિયાઓને કોઈ લાભ નથી મળતો.

તેમનો જનમ જ નહતો થયો, તે લોકો સ્કૂલમાં સ્કોલરશીપ લેતા

મોદીએ કહ્યું, કેન્દ્ર સરકાર જો દિલ્હીથી એક રૂપિયો મોકલે છે તો 100 પૈસા સંપૂર્ણ રીતે ગરીબોના ખાતામાં જ જાય છે. કોઈ વચેટીયા તેમાં હક નથી માંગી શકતા. પહેલાંની સરકારે જે યોજના બનાવી હતી તે પ્રમાણે અંદાજે 8 કરોડ લોકો તો માત્ર કાગળ પર જ હતા. તેમનો જનમ જ નહતો થયો. તે લોકો સ્કૂલમાં સ્કોલરશીપ લેતા હતા, દિવ્યાંગ થઈ જતા હતા, સરકારી યોજનાઓનો ફાયદો લેતા હતા, પેન્શન લેતા હતા.

માત્ર પોતાના પરિવારની રાજનીતિ કરતાં નેતાઓને ભારતની નવી નીતિ પસંદ નથી આવી રહી. તેમના સ્વાર્થ સિદ્ધ થઈ શકે તે માટે તેઓ દેશની મજબૂત સરકારથી ડરે છે. આજે કર્ણાટકમાં મજબૂત સરકાર બની છે તો તમે જોઈ શકો છો કે શું થઈ રહ્યું છે.

કર્ણાટકનું કઈ ખરાબ થયું તો શું દેશનું ખરાબ થવું જોઈએ? તેથી હું તમને કહેવા આવ્યો છું કે, નાની ભૂલ કર્ણાટકનું ખૂબ વધારે નુકસાન કરી શકે છે. કોઈક વખત નાની ભૂલ પણ મોંઘી પડી જાય છે. તમે જોઈ શકો છો કે બહુમતીવાળી સરકાર કેવી મજબૂતીથી આગળ વધી શકે છે. પૂર્ણ ન હોત તો કર્ણાટક સરકારની જેમ ચાલતી. તે લોકો મોદીને હટાવવાની મહેનત કરી રહ્યા છે અને હું આતંકવાદ હટાવવા માટે મહેનત કરી રહ્યો છું.

Read Also

Related posts

LAC / અરુણાચલ પ્રદેશમાં તૈનાત કોણ છે સરિયા અબ્બાસી, સોશિયલ મીડિયા પર ફોટો થઈ રહ્યો છે વાયરલ

Zainul Ansari

ઠંડીની ઋતુમા બાળકોને રાખવા છે શરદી અને ઉધરસથી સુરક્ષિત, કરો આ દેશી ઓસડિયાનું સેવન અને મેળવો ફાયદા

Zainul Ansari

આર્યન ખાન ડ્રગ્સ કેસ/ સમીર વાનખેડે-એનસીપી નેતા આમને-સામને, NCB અધિકારી કથિત આરોપોને લઈને કરશે કાનૂની કાર્યવાહી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!