GSTV
Banaskantha ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતનો પ્રથમ ડેરી કોમ્યુનિટી રેડિયો ‘દૂધવાણી’ લોન્ચ

બનાસ ડેરીના દુધવાણી કોમ્યુનિટી રેડિયો સ્ટેશનની શરૂઆત કરવામાં આવી. દુધવાણી રેડિયો સ્ટેશન પર સૌપ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતુ. દેશમાં સહકારી ક્ષેત્રે સૌપ્રથમ બનાસ ડેરીએ રેડિયો કોમ્યુનિટી સેન્ટર શરૂ કર્યું છે. બનાસ ડેરીના દુધવાણી રેડીયો સ્ટેશનની શરૂઆત થતાં પશુપાલકો આનંદ છવાયો હતો.

પાલનપુર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની 3 દિવસની ગુજરાત મુલાકાત દરમ્યાન ભારતનો પ્રથમ ડેરી કોમ્યુનિટી રેડિયો ‘દૂધવાણી’ લોન્ચ કર્યો. એશિયાની સૌથી મોટી બનાસ ડેરી દ્વારા સ્થાપિત, દૂધવાણી 90.4 નામનો આ કોમ્યુનિટી રેડિયો પશુપાલનને સમર્પિત છે. તેના દ્વારા 1700 ગામોના 5 લાખથી વધુ ખેડૂતો અને પશુપાલકોને મહત્વપૂર્ણ માહિતી ઉપલબ્ધ થશે.

મોદીએ બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે નવનિર્મિત બનાસ ડેરી અને પોટેટો પ્રોસેસિંગ પ્લાન્ટનું પરિસર રાષ્ટ્રને સમર્પિત કર્યું. તેઓએ પાલનપુરમાં બનાસ ડેરી પ્લાન્ટ ખાતે ચીઝ ઉત્પાદન, છાશ પાવડર ઉત્પાદનના વિસ્તરણની યોજનાનું પણ ઉદ્ઘાટન કર્યું.

MUST READ:

Related posts

ગાંધીનગર જિલ્લામાં કોંગ્રેસ મોટો ઝાટકો, પૂર્વ પ્રમુખ સૂર્યસિંહ ડાભીએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામુ

GSTV Web Desk

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં થયો હોબાળો, શિક્ષકોની કાયમી ઘટ પૂરી કરવાની માંગ સાથે વિપક્ષનો ઉગ્ર રોષ

GSTV Web Desk

સામાજીક સૌહાર્દનું પ્રતિક – રથયાત્રા : અમદાવાદ પોલીસના મહિલા અધિકારીઓની અધ્યક્ષતામાં યોજાયું સૌહાર્દ સંમેલન

GSTV Web Desk
GSTV