આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહાર અને ઝારખંડની મુલાકાતે, અનેક યોજનાઓનો શિલાન્યાસ તેમજ લોકાર્પણ કરશે

PM modi in UmiyaDham

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહાર અને ઝારખંડની મુલાકાતે છે. પીએમ બેગુસરાયમાં આયોજીત એક સરકારી કાર્યક્રમમાં ભાગ લેશે અને અનેક યોજનાઓનો શિલાન્યાસ તેમજ લોકાર્પણ કરશે. પીએમ પટના મેટ્રો યોજનાનો શિલાન્યાસ બેગુસરાયથી કરશે. આ પ્રસંગે બેગુસરાયમાં સીએમ નીતિશકુમરા અને રાજ્યપાલ લાલજી ટંડન પણ ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત પીએમ મોદી અંદાજે 7 હજાર કરોડના ખર્ચે બની રહેલા બરૌનીની રિફાઇનરીના વિસ્તરણ પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ કરશે. તો ઝારખંડની મુલાકાત દરમ્યાન પીએ હજારીબાગથી ત્રણ મેડિકલ કોલેજ તેમજ રામગઢ મહિલા એન્જિનિયરિંગ કોલેજના નવનિર્મિત ભવનોનું ઉદ્દઘાટન કરશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter