GSTV

ફાયદાની વાત/ PM મોદીએ લોન્ચ કરી 20 હજાર કરોડની આ યોજના, જાણો કોને મળશે લાભ અને કોન ઉઠાવી શકશે ફાયદો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરૂવારે પ્રધાનમંત્રી પીએમએમએસવાઈ એટલે કે મત્સ્ય સંપદા યોજનાને લોન્ચ કરી છે. આ કાર્યક્રમથી 55 લાખ લોકોને રોજગારી મળવાની આશા છે. સાથે જ દેશમાં હવે માછલી ક્રોયોબેંક સ્થાપિત કરવામાં આવશે. તેના કારણે સાગરખેડૂ જરૂરી પ્રજાતિઓના માછલીઓના શુક્રાણુઓના માધ્મયથી મત્સ્ય ઉત્પાદનને વધારશે.

શું છે પીએમ મત્સ્ય સંપદા યોજના

આ યોજના હેઠળ તેમાંથી પાચ વર્ષોમાં અંદાજે 70 લાખ ટન માછલીઓનું ઉત્પાદન થઈ શકશે. આ મત્સ્ય એક્સપોર્ટને બમણી કરીને 1,00,000 કરોડ રૂપિયા કરી દેશે. રાહત પેકેજની જાહેરાત કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું મરીન, ઈનલૈંડ ફિશરી અને એક્વાકલ્ચરની ગતિવિધિઓ માટે 11,000 કરોડ રૂપિયાનું ફંડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તે સિવાય ફિશિંગ હાર્બર, કોલ્ડ ચેન અને માર્કેટ વિગેરે જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે 9 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. કેજ કલ્ચર, સીવીડ ફાર્મીંગ, ઓર્નામેંટલ ફિશરીઝની સાથે ન્યુ ફિશિંગ વેસેલ, લેબોરેટરી નેટવર્ક જેવી ગતિવિધિઓ આ સ્કીમનો હિસ્સો હશે.

દેશમાં બનશે ક્રાયોબેંક

ગિરિરાજસિંહે નેશનલ બ્યુરો ઓફ ફિશ જેનેટિક રિસોર્સેજના સહયોગથી એનએફડીબી દેશના વિભિન્ન ભાગોમાં માછલી ક્રોયોબૈંક સ્થાપિત કરવા માટે કામ કરશે. આ દુનિયામાં પહેલી વખત હશે. જ્યારે માછલી ક્રોયોબેંકની સ્થાપના કરવામાં આવશે. જે માછલી ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા માટે દેશમાં મત્સ્ય ક્ષેત્રમાં ક્રાંતિકારી બદલાવ લાવી શકે છે અને જેમાંથી માછલી સાગરખેડૂની સમૃદ્ધિમાં વધારો કરશે.

કોણ ઉઠાવી શકે છે આ સ્કિમનો ફાયદો

  • માછીમારી સમુદાયના લોકોઃ આ યોજનાનો લાભ માત્ર માછીમારી સમાજ સાથે સંબંધ ધરાવતા લોકોને મળશે.
  • જલીય કૃષિઃ એવા વ્યક્તિ જે જલીય ક્ષેત્રો સાથે સંબંધ રાખતા હોય અને જલીય કૃષિનું કાર્ય કરતા હોય અથવા તો તેના માટે ઉત્સુક હોય. તેને પાત્ર માનવામાં આવશે.
  • પ્રાકૃતિક આપદાથી ગ્રસિત માછીમારોઃ એવા માછીમારો કે જે કોઈ પ્રાકૃતિક આપદાને કારણે ભયંકર રીતે પ્રભાવિત થયા હોય તેને આનો ફાયદો મળશે.
  • જલીય જીવોની ખેતીઃ એવા વ્યક્તિ કે માછીમારી જે માછલી પાલનનું કાર્ય કરવા માંગે છે કે તેને જાણે છે તથા તેની સાથે જ જલીય અન્ય જીવોની ખેતી કરી શકે છે તેને આ યોજનામાં સામેલ કરીને લાભ આપવામાં આવશે.

માછલી રાખનારા ખેડૂતોને આસાનીથી મળશે 3 લાખ રૂપિયાની લોન

માછલી પાળનારા ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ સાથે જોડવા પાછળનો સરકારનો ઉદેશ્ય છે કે, વધારેમાં વધારે લોકો ખેતીવાડી સિવાયની ઈત્તર ગતિવિધિઓ સાથે જોડાય અને પોતાની આવકમાં વધારો કરી શકે. હવે કિસાન ક્રેડિટ કાર્ડના માધ્યમથી ખેડૂતો માછલી, ઝીંગા માછલીઓનું પાલન અને વ્યવસાયના સમયે આવનારા પૈસાની જરૂરતોને પુર્ણ કરી શકે છે. કિસાન ક્રેડિટ કાર્ડ ધારક 4 ટકા વ્યાજ દર ઉપર 3 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. સમય ઉપર ઋણની ચુકવણી કરવા ઉપર ખેડૂતોને વ્યાજમાં અલગથી છુટ દેવામાં આવી રહી છે. બેંકમાં એક એપ્લીકેશન લખીને કિસાન ક્રેડિટકાર્ડ માટે એપ્લાઈ કરી શકે છે. એપ્લીકેશનની સાથે ફોટો, ઓળખકાર્ડ, નિવાસ પ્રમાણપત્ર અને જમીનની ઓરી-ખાટોઉની એક ફોટો કોપી લગાવવાની રહેશે.

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવી પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!