GSTV

ટ્રેઈની આઈપીએસ ઓફિસરો સાથે પીએમ મોદીએ કર્યો સંવાદ, દરેક કામગીરીમાં નેશન ફર્સ્ટ હોવાની ભાવના દેખાવવી જોઈએ

કોરોના

Last Updated on July 31, 2021 by Pravin Makwana

પીએમ મોદીએ આજે ટ્રેઈની આઈપીએસ ઓફિસરો સાથે સંવાદ કર્યો હતો અને કહ્યું હતું કે, ‘છેલ્લા 75 વર્ષમાં ભારતે એક સારી પોલીસ સર્વિસના નિર્માણ માટે પ્રયાસો કર્યા છે.પોલીસ ટ્રેનિંગ માટેની સુવિધાઓમાં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં સુધારો જોવા મળ્યો છે. તમારે હંમેશા યાદ રાખવાનુ છે કે તમારે એક ભારત અને શ્રેષ્ઠ ભારતનો ઝંડો ઉંચો રાખવાનો છે. તમારી દરેક કામગીરીમાં નેશન ફર્સ્ટ હોવાની ભાવના દેખાવવી જોઈએ. તમારી સેવાઓ દેશના અલગ અલગ જિલ્લામાં હશે અને એટલે તમારે યાદ રાખવુ પડશે કે, જે પણ નિર્ણય લો તે દેશહિતમાં હોવો જોઈએ.’

મહાત્મા ગાંધીએ કરેલી દાંડીયાત્રાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે,‘તે સમયે દેશના યુવાઓ આગળ આવ્યા હતા અને એક થઈને દેશની આઝાદીનુ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કામે લાગ્યા હતા. તમારે સુરાજ્ય માટે આગળ વધારવાનુ છે. તમારી કરિયરના 25 વર્ષ ભારતના વિકાસના મહત્વપૂર્ણ 25 વર્ષ હશે. તમારી તૈયારી આ બાબતને ધ્યાનમાં રાખીને હોવી જોઈએ.’ વડાપ્રધાને કોરોનાકાળમાં મૃત્યુ પામનારા પોલીસકર્મીઓને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ ઉપરાંત તેમણે પોલીસ ફોર્સમાં મહિલા કર્મીઓની સંખ્યા વધારવા મુદ્દે પણ વાત કરી હતી.

READ ALSO

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!