GSTV
Home » News » વડાપ્રધાન મોદીએ સુભાષચંદ્ર બોઝ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યુ

વડાપ્રધાન મોદીએ સુભાષચંદ્ર બોઝ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજધાની દિલ્હીના લાલ કિલ્લામાં સુભાષચંદ્ર બોઝ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યુ છે. નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 122મી જન્મ જયંતિ છે.ત્યારે તેઓએ નેતાજીની યાદમાં બનાવવામાં આવેલા સંગ્રહાલયનું વડાપ્રધાને ઉદ્ઘાઘાટન કર્યુ છે.અને ત્યાં રહેલી તમામ વસ્તુઓં ઝીણવટભર્યુ અવલોકન પણ કર્યુ છે.

લાલકિલામાં બનાવવામાં આવેલા આ સંગ્રહાલયમાં નેતાજી અને આઈએનએ સંબંધિત વિભિન્ન વસ્તુઓને પ્રદર્શિત કરવામાં આવી છે.આ સંગ્રહાલય દ્વારા લોકોને આઝાદ હિન્દ ફોઝ અંગે પણ માહિતી મળશે.તો સાથે જ નેતાજીના જીવન સાથે જોડાયેલી વસ્તુઓ પણ સંગ્રહાલયમાં રાખવામાં આવી છે.ગત 21 ઓક્ટોબર 2018ના દિવસે પીએમ મોદીએ આ મ્યુઝિયમનો શિલાન્યાસ કર્યો હતો.અને બુધવારે  તેમના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

પીએમ મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝના સંગ્રહાલયના ઉદ્ઘાટનની સાથે જ  જલિયાવાલા બાગ અને પ્રથમ વિશ્વ યુદ્ધ પર બનાવવામાં આવેલા સંગ્રહાલયની પણ મુલાકાત કરી છે.આ ઉપરાંત પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ સંગ્રહાલયની પણ મુલાકાત લીધી છે.પીએમ મોદીલાલકિલા પર આવેલા ભારતીય કળા સંબંધિત ઓડ્યો વિજ્યુઅલ સંગ્રહાલય પણ ગયા હતા.

Related posts

બુર્કિના ફાસોનાં ચર્ચમાં આતંકી હુમલામાં 24નાં મોત, હુમલાખોરોએ લોકો ઉપર અંધાધુંધ ગોળીઓ વરસાવી

Mansi Patel

રાજ્યસભામાં જશે પ્રિયંકા ગાંધી ! છત્તીસગઢથી ઉમેદવાર બનાવવા પર વિચાર કરી રહી છે કોંગ્રેસ

Mansi Patel

અમદાવાદી ટ્રમ્પને જોવા પણ નહીં જઈ શકે : રોડ શો જોવા પણ જોઈશે ઓળખકાર્ડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!