GSTV
Home » News » ‘મોદીમય વારાણસી’ મોદીનું કાશીમાં ભવ્યાતિભવ્ય સ્વાગત, જનતાએ લગાવ્યા મોદી મોદીના નારા…

‘મોદીમય વારાણસી’ મોદીનું કાશીમાં ભવ્યાતિભવ્ય સ્વાગત, જનતાએ લગાવ્યા મોદી મોદીના નારા…

લોકસભાની ચૂંટણીમાં મળેલી જીત બાદ પ્રથમ વખત વારાણસીની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશી વિશ્વાનાથ મંદિરમાં દર્શન કર્યા. જ્યા તેમણે મંત્રોચ્ચાર સાથે કાશી વિશ્વનાથના પૂજા અર્ચન કર્યા. પીએમ મોદીએ પૂજા દરમ્યાન કાશી વિશ્વનાથનો મહાભિષેક પણ કર્યો.

તેમણે ગાયના દૂધ અને ઘીથી ભગવાન ભોળાનાથને પંચામૃતથી તરબોળ કર્યા. મંદિરમાં 1650 વિધિ દ્વારા ભગવાન ભોળાનાથની પૂજા કરવામાં આવી. આ વિધિ ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે.

પીએમ મોદીના અભિષેક દરમ્યાન મંદિરના બ્રાહ્મણો દ્વારા વૈદિક સૂત્રો સાથે મંત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા. પીએમ મોદીએ પૂજા દરમ્યાન શિવલિંગને ત્રીપુંડ તિલક કરી ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો. જે બાદ પીએમ મોદીએ મંદિરમાં બ્રાહ્મણોનું અભિવાદન કર્યુ હતુ.

મોદીનો કાશી સાથેનો સંબંધ

  • બીજી વખત વારાણસીથી સાંસદ બન્યા
  • ૪ લાખ ૭૯ હજાર કરતા વધુ મતોથી જીત્યા
  • અવાર-નવાર કાશીવિશ્વનાથ મંદિરે શિશ ઝુકાવે આવે છે મોદી
  • ઉમેદવારી પત્ર ભરતા પહેલા કાશી વિશ્વનાથના કર્યા હતા દર્શન
  • ઉમેદવારી પત્ર ભરતા પહેલા ગંગા આરતીમાં સામેલ થયા હતા મોદી
  • દશાશ્વમેઘ ઘાટ પર ગંગા આરતીમાં પણ સામેલ થતા રહ્યા છે મોદી
  • કાશીને જાપાનના Gયોટોના તર્જ પર વિકસાવવાનું સ્વપ્ન
  • જાપાની પીએમ શિંઝો આબે સાથે પણ કાશીની લીધી હતી મુલાકાત
  • શિંઝો આબેને પણ કાશીથી ગંગા આરતીના કરાવ્યા હતા દર્શન
  • કાશીમાં પણ સ્વચ્છતા અભિયાન ચલાવી ચુGયા છે મોદી
  • યાત્રાધામના વિકાસ માટે કાશી વિશ્વનાથ કોરીડોરનો કયાર્ે શિલાન્યાય
  • પૌરાણિકતા સાથે કાશીનેઆધુનિક યાત્રાધામ બનાવવાનો ઉદેશ્ય
  • વારાણસી અને હલ્દીયા વચ્ચે જળ પરિવહન કારોબારની શરૂઆત કરાવી
  • કાશીમાં દેશનું પ્રથમ મલ્ટીમાડલ ટર્મીનલનું લોકાર્પણ કર્યુ

શું છે કાશીનું મહત્વ ?

  • પૃથ્વીના નિર્માણ વખતે સૂર્યનું પહેલું કિરણ કાશીની ધરતી પર પડ્યું
  • મંદિરના ગર્ભગૃહમાં ચાંદીથી મઢેલા વિશ્વનાથનું ૬૦ સે.મી ઊંચુ શિવલિંગ
  • નિર્વાસનમાં વર્ષો વિતાવ્યા બાદ ભગવાન શિવ કાશી આવ્યા
  • બ્રહ્માજીએ શિવના સ્વાગત માટે દસ ઘોડાને દશાશ્વમેઘ ઘાટે મોકલ્યા
  • બાર જ્યોતિર્લિંગમાંનું એક મંદિર કાશીમાં
  • ભારતની સાંસ્કૃતિક રાજધાની છે કાશી
  • અવિનાશી નગરી ગણાય છે કાશી
  • ગંગા નદીના કિનારે આવેલું પ્રાચીન નગર
  • કાશી બન્યું જ્ઞાન અને આધ્યાત્મનું કેન્દ્ર
  • જ્ઞાનવાપી કૂવાનું અનેરૂ મહત્વ
  • મંદિરના ઉત્તર ભાગમાં આવેલો છે કૂવો
  • ઔરંગઝેબે મંદિર તોડ્યુ ત્યારે વિશ્વનાથજી કૂપમાં ચાલ્યા ગયા
  • મંદિરના એક ભાગમાં આવેલો છે અક્ષયવટ

READ ALSO

Related posts

PM મોદીએ બોલાવી સર્વપક્ષીય બેઠક, ‘એક દેશ, એક ચૂંટણી’ પર કરાશે ચર્ચા

Riyaz Parmar

INDIA VS PAKISTAN : પાકિસ્તાને ટોસ જીતી પહેલી બોલિંગનો લીધો નિર્ણય

Kaushik Bavishi

મીસ ઈંડિયા 2019નો તાજ જીતનાર સુમન રાવનો આવો છે પરિવાર, જાણો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!