GSTV
Home » News » રાજકારણી તરીકે ભલે મોદી ‘હિટ’ હોય પણ બિગસ્ક્રિન પર તેમની ફિલ્મો ‘ફ્લોપ’ રહી છે

રાજકારણી તરીકે ભલે મોદી ‘હિટ’ હોય પણ બિગસ્ક્રિન પર તેમની ફિલ્મો ‘ફ્લોપ’ રહી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતીય રાજનીતિના એક એવા નેતા છે જે ખાલી રાજનીતિક જગતમાં જ નહીં પણ ફિલ્મ જગતમાં પણ સામાન્ય રૂપથી ચર્ચિત છે. તેમને ટ્વિટર પર સૌથી વધારે ફોલો કરનારા ભારતીય છે અને તેમની ફેન ફોલોઈંગ કરોડોમાં છે. ક્યારેક રેલવે સ્ટેશન પર ચા બનાવનાર પ્રધાનમંત્રી બની ગયા તે જાણવામાં રસ પડે છે. ઉતાર ચઢાવથી ભરેલું તેમનું જીવન કોઈ ફિલ્મની કહાનીથી ઓછું નથી રહ્યું. ફિલ્મથી લઈ વેબસીરીઝ અને ડોક્યુમેન્ટ્રી સુધી મોદી ઘણું બધું બન્યા. મોદી પર બુક તો પહેલાં જ લખાઈ ચૂકી હતી. પણ મહત્ત્વની વાત ત્યારે થઈ જ્યારે મોદી દુનિયાના સૌથી મોટા સર્વાઈવલ શો મેન વર્સેજ વાઈલ્ડમાં જોવા મળ્યો.
પીએમ નરેન્દ્ર મોદી
ઓમંગ કુમારના નિર્દેશનમાં બનેલી વિવેક ઓબેરોય સ્ટારર આ ફિલ્મ પીએમ મોદી પર બનેલી સૌથી વધારે ચર્ચામાં અને વિવાદોમાં રહેલી ફિલ્મ છે. લગભગ 8 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે 123 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ફિલ્મનો વિપક્ષોએ વિરોધ કર્યો છે. આ ફિલ્મ પર સતત આરોપ લગાવવામાં આવ્યા અને સેન્સર બોર્ડથી ક્લીન ચિટ મળી ગયા બાદ રિલીઝના એક દિવસ પહેલા જ તેને રોકવામાં આવી હતી.

મોદી-જર્ની ઓફ અ કોમન મેન
પીએમ મોદીની જિંદગી પર બનેલી આ વેબસીરીઝ પણ વિવાદોનો વિષય બનેલી છે. ઉમેશ શુક્લાના નિર્દેશન પર બનેલી આ વેબસીરીઝ પર ચૂંટણી આયોગે બેન લગાવ્યો હતો. આ વેબસીરિઝને બેન કરવા પાછળ તેનો ઉદ્દેશ હતો કે તેનાથી સત્તાધારી પાર્ટીને ફાયદો પહોંચશે. કુલ 10 એપિસોડમાં બનેલી આ વેબસીરીઝ ફેઝલ ખાન, આશીષ શર્મા, મહેશ ઠાકુર અને પ્રાચી શાહએ મુખ્ય ભૂમિકા નીભાવી છે.
ડોક્યૂમેન્ટ્રી ફિલ્મ
પીએમ મોદી પર તમામ પ્રકારની ડોક્યુમેન્ટરી ફિલ્મો બની ચૂકી છે. ગુજરાતમાં થયેલી ધમાલ દરમિયાન મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. તેના પર ઘણા બધા આરોપ લગાવવામાં આવ્યા હતા પણ મોદીએ પોતાના કામથી તે વસ્તુને પણ પાછળ છોડી દીધી હતી. તે સમયે પણ મોદી પર ઘણી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બની હતી અને તેના પ્રધાનમંત્રી બન્યા પછી તેની પર ડોક્યુમેન્ટ્રી ફિલ્મો બનાવામાં આવી. ફેરફાર માત્ર એટલો હતો કે નેગિટિવથી પોઝિટિવ બની ચૂક્યું હતું.

ભોજપુરી ફિલ્મ
એક્ટર અને ભારતીય જનતા પાર્ટી ગોરખપુરથી સાંસદ રવિ કિશન બે વાર મોદી પર ફિલ્મ બનાવા પર પોતાનું નિવેદન આપી ચૂક્યા છે. રવિ કિશનનું કહેવું છે કે પીએમ મોદી પર ભોજપુરી ફિલ્મ બનાવા માગે છે. તાજેતરમાં એક બયાનમાં જણાવ્યું હતું કે તે ફિલ્મ બનાવશે તો તેમાં નાચવા ગાવાનું નહીં હોય. તે પૂરેપૂરી વાસ્તવિક તથ્યો પર આધારિત હશે.

Read Also

Related posts

અહો આશ્ચર્યમ્ ! વાયોલિન વગાડતા વગાડતા મગજનું ઓપરેશન કરાવ્યું

Pravin Makwana

રામ મંદિર નિર્માણ માટે બનેલા ટ્રસ્ટની પ્રથમ બેઠક મળી, આટલા લોકોને મળી વિશેષ જવાબદારીઓ

Pravin Makwana

મોદી સરકાર ખાતામાં 15-15 લાખ જમા કરાવે છે તેવી અફવાએ ગામ ગાંડુ કર્યું, બેંકોની બહાર લાંબી લાઈન લાગી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!