GSTV
Home » News » આજે રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને વડાપ્રધાન મોદી વચ્ચે બેઠક, 20 સમજૂતીઓ પર થશે હસ્તાક્ષર

આજે રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને વડાપ્રધાન મોદી વચ્ચે બેઠક, 20 સમજૂતીઓ પર થશે હસ્તાક્ષર

બે દિવસના ભારતી પ્રવાસે આવેલા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને વડાપ્રધાન મોદી વચ્ચે આજે બેઠક થવાની છે. જેમાં એસ 400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ ખરીદવાના કરાર થવાના છે. જેના પર પાકિસ્તાન સાથે અમેરિકાની પણ નજર છે. ભારત અને રશિયા વચ્ચે એસ 400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમની પાંચ બિલિયન ડૉલરની ડીલ થવાની છે. આ સિવાય અંતરિક્ષ, સંરક્ષણ, ઉર્જા સહિતના બીજા મહત્વની સમજૂતીઓ પણ થશે. અને તમામ થઈને બંને દેશો વચ્ચે 20 સમજૂતીઓ પર હસ્તાક્ષર થશે. આજે પીએમ મોદી અને પુતિન 19મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં પણ ભાગ લેશે. અમેરિકાએ ઈરાન સાથે ક્રુડ ઓઈલ ખરીદી પર પ્રતિબંધ લગાવ્યા છે. જે બાદ ઈરાનમાં જે સ્થિતિ નિર્માણ થઈ છે. તે મુદ્દે પણ પુતિન-મોદી વચ્ચે વાતચીત થઈ શકે છે.

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન ગઈકાલે દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હી પહોંચતા જ તેઓ સીધા વડાપ્રધાન મોદીને મળવા પીએએમ નિવાસ સ્થાને પહોંચી ગયા હતા. પીએમ મોદીએ પણ ઉસ્માપૂર્ણ રીતે પુતિનનું સ્વાગત કર્યુ હતું. બંને નેતાઓ ગળે ભેટ્યા હતા. પીએમ નિવાસ સ્થાને વ્લાદિમીર પુતિન માટે ખાસ ડિનરની વ્યવસ્થા કરાઈ હતી.

રશિયા અને ભારત વચ્ચે થનારા આ સંરક્ષણ કરારથી જગતજમાદાર અમેરિકાના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે. તો પાકિસ્તાન પણ પરેશાન દેખાઈ રહ્યુ છે. અમેરિકાએ આ કરારથી નારાજગી વ્યક્ત કરી છે. આ ડીલ ન થાય તે માટે પહેલાથી જ અમેરિકા ભારત પર દબાણ વધારી રહ્યુ છે. અમેરિકા પહેલા પણ ઘણા દેશોને રશિયા સાથે વ્યાપાર ન કરવાની સલાહ આપી ચુક્યુ છે પરંતુ અમેરિકાની નારાજગી છતાં ભારત રશિયાથી એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવા તૈયાર છે. અને તેનું એક કારણ ભારત-રશિયા વચ્ચેના જુના સંબંધો છે.

ભારત અને રશિયા વચ્ચે એસ-400 એર મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ પર ડીલ થવાની છે. ત્યારે આ ડીલને દેશના સુરક્ષા નિષ્ણાંતો ખુબ મહત્વની ગણી રહ્યા છે. આ મિસાઈલની રેન્જમાં પાકિસ્તાનના તમામ એરબેઝ આવી જાય છે. ત્યારે આ કરારથી દેશના દુશ્મનોને ફટકો પડશે તે નક્કી છે તેમ સુરક્ષા નિષ્ણાંતોનો મત છે.

 

Related posts

ભડકાઉ અફવા ફેલાવવા બદલ વોટ્સએપ, ફેસબુક, ટ્વીટર અને ટીક-ટૉક પર FIR નોંધાઈ

Pravin Makwana

સરકાર વિરોધી પ્રવૃતિમાં ભાગ લેવા બદલ બાંગ્લાદેશી વિદ્યાર્થિનીને દેશ છોડવાનો આદેશ

Pravin Makwana

આપના કાઉન્સિલર તાહિર હુસૈનની મુશ્કેલીઓ વધી, હત્યા અને હિંસા ફેલાવવાના આરોપમાં ફરિયાદ દાખલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!