GSTV

આજે વડાપ્રધાન મોદી એક દિવસનાં ગુજરાતનાં પ્રવાસે, જાણો તેમના કાર્યક્રમો વિગતે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસનાં ગુજરાતનાં પ્રવાસે આવી રહ્યા છે. તેઓ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં હાજર રહેશે. અગાઉ ભારે વરસાદને પગલે વડાપ્રધાનનો કાર્યક્રમ મોકૂફ રખાયો હતો.

આજે ગુરૂવારે સવારે 10-15 નવી દિલ્હીથી વાયુદળના વિમાનમાં સુરત એરપોર્ટ આવી પહોંચશે. ત્યાંથી 11 વાગ્યે વલસાડ થઈને જુજવા ગામ પહોંચશે. પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અંતર્ગત રૂપિયા 1727 કરોડના ખર્ચે નિર્માણ પામેલા 1 લાખ 15 હજારથી વધુ આવાસોનાં લાભાર્થીઓને તેઓ ઈ-ગૃહ પ્રવેશ સામૂહિક રીતે કરાવશે.

જૂનાગઢમાં ૨૭૫ કરોડના ખર્ચે નવનિર્મિત 300 બેડની સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરશે.

સાંજે છ વાગ્યે વડાપ્રધાન ગાંધીનગરમાં ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજર રહીને 400 વિદ્યાર્થીઓને પદવી અને મેડલ્સ એનાયત કરશે.

સાંજે 7-30 વાગ્યે રાજભવનમાં સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં હાજર રહેશે.

 

Related posts

ગાંધીનગરના અન્ય સ્મશાનમાં પણ કોરોના સંક્રમિત મૃતદેહોની અંતિમ વિધિની વ્યવસ્થા કરાઈ, તંત્રની ઉંઘ ઉડી

pratik shah

અગ્નિકાંડના ઘેરા પ્રત્યાઘાત: સુપ્રીમ કોર્ટે સુઓમોટો નોંધ લીધી,ખાનગી હોસ્પિટલના ICU વોર્ડમાં દાખલ 5 દર્દીઓ જીવતા ભૂંજાયા

pratik shah

સુરત/ અઠવા અને રાંદેર ઝોન વિસ્તારમાં કોરોનાના કેસો વધતા તંત્ર ચિંતિત બન્યુ, પ્રમુખો સાથે મહત્વની મિટિંગ યોજાઇ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!