ભારે વરસાદને કારણે પ્રવાસ રદ્દ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદી સવારે 9-30 કલાકે સુરત એરપોર્ટ પર આવી પહોંચશે. ત્યાર બાદ સુરતથી વલસાડ જવા રવાના થશે. જ્યાં તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એક લાખ આવાસોનું લોકાર્પણ કરશે. વલસાડમાં કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જૂનાગઢ જવા રવાના થશે. જૂનાગઢમાં તેઓ પશુપાલન હોસ્પિટલનું લોકાર્પણ કરશે. જૂનાગઢના કાર્યક્રમમાં હાજરી આપી પીએમ ગાંધીનગર પહોંચશે. અહીં તેઓ ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપશે. તમામ કાર્યક્રમો પૂર્ણ થયા બાદ વડાપ્રધાન મોદી ભાજપના ટોચના નેતાઓ સાથે ચર્ચા-વિચારણા કરવા ડિનર ડિપ્લોમસી યોજશે. પીએમ આગામી લોકસભા ચૂંટણી તેમજ ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે પરામર્શ કરશે. સાથે જ ભાજપના નેતાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 ઓગસ્ટના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદી એક દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન વલસાડના કાર્યક્રમમા ઉપસ્થિત રહેશે. જે બાદ જુનાગઢ અને બાદમાં ગાંધીનગર પહોંચશે. ગાંધીનગરમાં એફએસએલ યુનિવર્સિટીના પદવીદાન કાર્યક્રમમાં મોદી ઉપસ્થિત રહેશે. જે બાદ તેઓ ભાજપના નેતાઓ સાથે લોકસભા ચૂંટણીને લઈને ચર્ચા કરશે.
