GSTV

ભારતનો અમેરિકાને કરારો જવાબ! 21 જૂનથી આ 29 વસ્તુઓ ઉપર બમણો થશે ટેક્સ

અમેરિકાને તેની જ ભાષામાં જવાબ આપવા માટે ભારત અમેરિકાથી ઈમ્પોર્ટ કરાતી કેટલીક કૃષિ પેદાશો સહિત 29 આઈટમ ઉપર ઈમ્પોર્ટ ડ્યુટી વધારવા જઈ રહ્યુ છે. સૂત્રો મુજબ, મોદી સરકાર એગ્રી પ્રોડક્ટ, સ્ટીલ ઉત્પાદન ઉપર ઈમ્પોર્ટ ડ્યૂટી ડબલ કરવાની તૈયારી કરી લીધી છે. જોકે, 800 સીસીની ક્ષમતા વાળી મોટરસાઈકલ ઉપર ડ્યૂટી નહી વધે.

એનો મતલબ ચોખ્ખો છેકે, અમેરિકાએ હવે તેની પ્રોડક્ટસ ભારતમાં વેચવા માટે વધારે ટેક્સ ચૂકવવો પડશે. તેને લઈને સરકાર પાસેથી જલ્દીથી નોટિફિકેશન રજૂ કરાશે. તમને જણાવી દઈએ કે તેની ઉપર નિર્ણય લેવાઈ ગયો છે. પરંતુ અમેરિકન સરકાર સાથે આ મુદ્દે વાતચીત ચાલી રહી છે. નાણાકીય વર્ષ 2017-18માં ભારતનું અમેરિકાને એક્સપોર્ટ 47.9 અરબ ડોલરનું હતુ. જ્યારે ઈમ્પોર્ટ 26.7 અરબ ડોલર હતુ. આવી રીતે વેપાર સંતુલન ભારતનાં પક્ષમાં રહ્યુ હતુ.

મોદી સરકારનો મોટો નિર્ણય

સરકારે બદામ, અખરોટ અને દાળો સહિત 29 અમેરિકન વસ્તુઓ ઉપર 16 જૂનથી જવાબી આયાત શુલ્ક લગાવવાનો નિર્ણય કર્યો છે. આની પહેલાં સરકાર તેને લાગૂ કરવાની સમયસીમાને ઘણીવાર વધારી ચૂકી છે. સૂત્રોએ શુક્રવારે કહ્યુ હતુકે, નાણા મંત્રાલય જલ્દીથી આ વિશે અધિસૂચના રજૂ કરશે. સરકારનાં આ પગલાથી આ 29 વસ્તુઓની નિકાસ કરતાં અમેરિકન નિકાસકારોએ હવે ઉંચો કર ચૂકવવો પડશે. તેનાથી દેશને 21.7 કરોડ ડોલરની વધારાની આવક થશે.

કેમ લીધો નિર્ણય

જૂન મહિનાની શરૂઆતમાં ભારતને 44 વર્ષ પહેલાં મળેલો કારોબારી પ્રાધાન્યતા સ્થિતિ પાછી ખેંચી લેવામાં આવી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે કહ્યુ છેકે, પાંચ જૂનથી ભારતની લગભગ 200 જેટલાં ઉત્પાદનોને આપેલી આયાત શૂલ્ક છૂટને ખતમ કરી દીધી છે. જેને કારણે ભારતનાં અમુક ઉત્પાદનો અમેરિકન માર્કેટમાં મોંઘા થઈ ગયા છે. ભારતની પ્રતિસ્પર્ધા કરવાની ક્ષમતા પ્રભાવિત થઈ છે.

આ પ્રોડ્કટ ઉપર વધી શકે ડ્યૂટી

  • કાબૂલી ચણા પર 30%થી વધારીને 70% કરી શકે
  • ચણા ઉપર ડ્યૂટી 30%થી વધારીને 70% કરી શકે
  • મસૂર દાળ પર પણ 30%થી વધારીને 70% કરી શકે
  • સફરજન ઉપર 50%ની જગ્યાએ હવે 75% ટેક્સ લાગશે
  • આખા અખરોટ ઉપર 30%ની જગ્યાએ હવે 120% ટેક્સ લાગશે
  • આયર્નનાં ફલૅટ રૉડ રૉલ્ડ પ્રોડક્ટ 15%થી વધીને 22.5 ટકા થઈ શકે છે
  • સ્ટીલના ફલૅટ રોલ્ડ પ્રોડક્ટ 15 %થી વધીને 22.5% થઈ શકે છે.

READ ALSO

Related posts

NCP નેતાઓએ શિવાજી પાર્ક પહોંચ્યનાં અને સમીકરણ રચ્યું, આગામી સમયમાં શિવસેના સાથે સરકાર

pratik shah

આવી ગયું છે એ જબરદસ્ત ફીચર જેની Whatsapp યુઝર્સ જોઇ રહ્યાં હતાં રાહ, ફટાફટ કરી લો અપડેટ

Bansari

મહારાષ્ટ્રમાં કોની સરકાર શિવસેનાની સરકાર’ દેવેન્દ્ર ફડણવીસને થયો કડવો અનુભવ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!