GSTV

ગાંધી આશ્રમની મુલાકાતે પહોંચેલા ટ્રમ્પને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી આ ખાસ ભેટ

અમદાવાદ એરપોર્ટ પર અમેરિકન પ્રેસિડન્ટનું સ્વાગત કરવામાં આવ્યા બાદ બંને રાષ્ટ્રના નેતાનો કાફલો ગાંધી આશ્રમ પહોંચ્યો હતો. જ્યાં વડાપ્રધાન મોદીએ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલેનિયાનું ખાદીનો ખેસ પહેરાવી સ્વાગત કર્યુ હતું. ગાંધી આશ્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલેનિયાનું સાદગીથી સ્વાગત કર્યા બાદ પીએમ મોદી અને ટ્રમ્પે ગાંધીજીની તસવીરને સૂતરની આંટી પહેરાવી હતી. અને શ્રદ્ધાંજલિ આપી વંદન કર્યા હતા.

રેંટિયો કાંતવાનો કર્યો પ્રયાસ

ગાંધી આશ્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયાએ રેંટિયો કાંતવાનો પણ પ્રયાસ કર્યો હતો. મહાસત્તાના પ્રમુખ અને તેમના પત્નીએ નીચે ગાદી પર બેસીને રેંટિયો કાંતવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે ટ્રમ્પ રેંટિયો કાંતવામાં મૂંઝાતા મોદીએ હળવા અંદાજમાં રહી રેંટિયો કાંતવામાં મદદ કરી હતી.

ગાંધીજીના ત્રણ વાંદરા ભેટમાં આપવામાં આવ્યા

ગાંધી આશ્રમની મુલાકાત સ્વરૂપે અમેરિકાના પ્રમુખને સંસ્મરણ ભેટ આપવામાં આવી હતી. ગાંધીજીને પ્રિય ત્રણ વાંદરાઓની પ્રતિકૃતિ અમેરિકાના રાષ્ટ્રપતિને ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.

ટ્રમ્પે પોતાના અનુભવ લખ્યાં

ગાંધી આશ્રમની મુલાકાતે આવતા મહાનુભવો વિઝિટર બુકમાં ગાંધીજીના આદર્શો અને પોતાના અનુભવ અંગે લખતા હોય છે. ત્યારે પહેલી વખત ગાંધી આશ્રમની મુલાકાતે આવેલા અમેરિકન પ્રમુખ ટ્રમ્પે પણ વિઝિટર બુકમાં પોતાના અનુભવો લખ્યાં હતા. તેમજ આશ્રમની મુલાકાત કરાવવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો.

READ ALSO

Related posts

કોરોનાના વેક્સીન/ દેશના ખૂણે ખૂણે અને અંતરિયાળ ગામડાઓ સુધી પહોંચશે વેક્સીન, ગુજરાતમાં નખાશે તેનો પ્લાન્ટ

Pravin Makwana

ચીન સામે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારતીય નેવીએ મરીન કમાન્ડોને લદ્દાખના પેંગોંગ લેક ખાતે કર્યા તૈનાત

Nilesh Jethva

રાજસ્થાન સરકારે ખાનગી લેબમાં થતા RTPCR ટેસ્ટને લઈને લીધો મોટો નિર્ણય, સામાન્ય લોકોને થશે મોટો ફાયદો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!