મોદી મનમોહનસિંહનો તોડશે રેકોર્ડ, એક કદમ જ દૂર : ઈન્દિરા ગાંધી સૌથી ટોપ પર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળ્યા બાદ અત્યાર સુધીમાં 55 દેશોની મુલાકાત લીધી છે. જેના પગલે તેઓ એક નવો રેકોર્ડ બનાવવાની નજીક છે. જો તે લોકસભા ચૂંટણી પહેલા બીજા બે દેશોનો પ્રવાસ કરે છે તો વડાપ્રધાન તરીકે દુનિયાના સૌથી વધુ દેશોની યાત્રા કરનાર બીજા પીએમ બનશે. ઈંદિરા ગાંધીએ વડાપ્રધાન તરીકે સૌથી વધારે 113 વિદેશ પ્રવાસ કર્યા હતા. જેમાં કોઈ દેશની એકથી વધુ મુલાકાત સામેલ છે. આ જ રીતે મનમોહનસિંહે 93 વિદેશ પ્રવાસ કર્યા હતા. વડાપ્રધાન મોદી 55 દેશોની 92 વખત મુલાકાત લઈ ચુક્યા છે.

મનહમોનસિંહના 50 વિદેશપ્રવાસમાં 1350 કરોડનો ખર્ચ થયો

જોકે મનમોહનસિંહે આટલી વિદેશ યાત્રા પોતાના 10 વર્ષના કાર્યકાળમાં કરી હતી.જ્યારે પીએમ મોદીએ 4 વર્ષ અને સાત મહિનામાં 92 વખત દિવેશ પ્રવાસ કર્યા છે.જયારે ઈંદિરા ગાંધીએ 15 વર્ષમાં 113 વિદેશ પ્રવાસ કર્યા હતા. પીએમ મોદીની વિદેશ યાત્રામાં 2021 કરોડનો ખર્ચ થયો છે. જ્યારે મનહમોનસિંહના 50 વિદેશપ્રવાસમાં 1350 કરોડનો ખર્ચ થયો હતો. આમ મનમોહનસિંહના એક વિદેશ પ્રવાસ પાછળ સરેરાશ 27 કરોડ અને મોદીના એક વિદેશ પ્રવાસ પાછળ સરેરાશ 22 કરોડ ખર્ચ થયો છે.

મનમોહનસિંહની સૌથી મોંઘી વિદેશ યાત્રા 16 થી 23 જૂન, 2012ની હતી

પીએમઓના સૂત્રોનું કહેવું છે કે પીએમ મોદીના વિદેશ પ્રવાસો ટુંકા રહ્યા છે. વિદેશ યાત્રા પર સૌથી વધુ ખર્ચ 9 એપ્રિલથી 17 એપ્રિલ, 2015 દરમિયાન ફ્રાંસ, જર્મની અને કેનેડાની યાત્રા પર આવ્યો હતો. તે વખતે ચાર્ટર પ્લેન માટે 31 કરોડ ખર્ચાયા હતા. એ પછી 11 નવેમ્બરથી 20 નવેમ્બર સુધી મ્યાનમાર ઓસ્ટ્રેલિયા અને ફીજી પ્રવાસ માટે 22 કરોડનો ખર્ચ આવ્યો હતો.જે સૌથી મોંઘો બીજી મુલાકાત હતી. જ્યારે મનમોહનસિંહની સૌથી મોંઘી વિદેશ યાત્રા 16 થી 23 જુન, 2012ની હતી. તે વખતે મેક્સિકો અને બ્રાઝિલ ગયેલા મનમોહનસિંહની મુલાકાત પાછળ 26 કરોડ ખર્ચાયા હતા. દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ પોતાના કાર્યકાળમાં 68, અટલ બિહારી વાજપેયીએ 48 વિદેશ પ્રવાસ કર્યા હતા.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter