GSTV
Home » News » વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ મેટ્રો રેલ માટે અહીં યુદ્ધના ધોરણે કામકાજ હાથ ધરાયું

વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ મેટ્રો રેલ માટે અહીં યુદ્ધના ધોરણે કામકાજ હાથ ધરાયું

શરૂઆતથી જ વિલંબમાં મુકાયેલા અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ગોકળગાય ગતિથી આગળ ધપી રહ્યો છે. ત્યારે હવે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મેટ્રો પ્રોજેક્ટમાં રસ દાખવીને સમગ્ર તંત્રને દોડતું કર્યું છે.

મેટ્રો રેલના પ્રોજેક્ટની જૂન મહીનામાં સમીક્ષા હાથ ધરાઇ ત્યારે ભાજપ હાઇકમાન્ડે સ્પષ્ટ કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણી આવતી હોવાથી આ પ્રોજેક્ટને સમયમર્યાદા પહેલાં પૂર્ણ કરો. તેથી ગુજરાત સરકારે આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાને માર્ચના બદલે જાન્યુઆરી-2019 સુધીમાં પૂર્ણ કરવાના આદેશ આપ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ મેટ્રો રેલ માટે અમદાવાદમાં યુદ્ધના ધોરણે કામકાજ હાથ ધરાઇ રહ્યું છે. ગોકળગાયની ગતિએ ચાલતા અમદાવાદના મેટ્રો રેલના પ્રોજેક્ટમાં હાઇકમાન્ડની ફટકાર બાદ ગુજરાત સરકારે તેમાં ઝડપ કરી છે અને સાથે એન્જિન અને કોચની ઝડપથી ડિલીવરી થાય તે માટે જાપાન અને દક્ષિણ કોરીયાને રજૂઆત કરાઇ છે.

ગુજરાતની સાથે દેશના અન્ય રાજ્યોમાં મેટ્રો રેલના શરૂ થયેલા પ્રોજેક્ટ ક્યારના પૂર્ણ થઇ ગયા છે ત્યારે ગુજરાત હજી પણ પાછળ હોવાથી કેન્દ્ર સરકારે તાજેતરમાં આ પ્રોજેક્ટમાં ઝડપ લાવવા કહ્યું હતું. તેથી ગુજરાત સરકારે આ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો માર્ચના બદલે જાન્યુઆરીમાં પૂર્ણ કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. હાલ 6.5 કિ.મી.નું સિવિલ કામ પૂર્ણ થયું છે. ટ્રેકની કામગીરી હવે પૂર્ણ થશે. અત્યારે પ્રોજેક્ટનું બધું જ નહિં પરંતુ પ્રાયોરિટી કામ જ ચાલી રહ્યું છે.

અમદાવાદમાં મેટ્રો રેલ ઈસ્ટ-વેસ્ટ કૉરિડોર અને નૉર્થ–સાઉથ કૉરિડોર એમ બે કૉરિડોરમાં ચાલશે. અમદાવાદના લોકો જેનો ઇન્તેજાર કરી રહ્યા છે એ મેટ્રો રેલની ટ્રાયલ-રન વસ્ત્રાલથી અપૅરલ પાર્ક સુધી શરૂ કરવાનું પ્લાનિંગ હાથ ધરવામાં આવ્યું છે. જ્યારે નૉર્થ–સાઉથ કૉરિડોરમાં વાસણાથી શ્રેયસ સુધી ૨૦૧૯માં બાદમાં ટ્રાયલ-રન શરૂ કરવાનું આયોજન છે. મેટ્રો રેલનો આ આખો પ્રોજેક્ટ જુલાઈ-2020 સુધીમાં પૂરો કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. પણ હાલ જે રીતે અને જે ગતિથી કામ ચાલી રહ્યું છે તે જોતા આ ટાર્ગેટ પૂરો થશે કે કેમ તે સવાલ છે.

વસ્ત્રાલથી થલતેજ સુધીના રૂટમાં સાબરમતી નદી પર મેટ્રો રેલ માટે બ્રીજ બનાવવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ અને નદીમાં પ્લૅટફૉર્મ બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે આરંભાઈ છે. એકાદ વર્ષમાં મેટ્રો રેલ માટે સાબરમતી નદી પર બ્રિજ બની જશે. ૨૦૧૯ સુધીમાં નદી પર મેટ્રો રેલ માટેનો એલિવેટેડ વે ઉપયોગ માટે લઈ શકાય એ રીતે કામગીરી પૂરી કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલા મેટ્રો શરૂ કરવા સરકાર ઇચ્છુક હોવાથી એડીચોટીનું જોર લગાવીને પણ પ્રોજેક્ટનો પહેલો તબક્કો પૂરો કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.

Related posts

આ છે દુનિયાની સૌથી ખૂબસુરત હસીના, સુંદર તો એટલી છે કે નજર હટાવાનું મન નહી થાય

pratik shah

કોંગ્રેસને રૂપાણીએ આ મામલે બાયલાઓ ગણાવ્યા, ધાનાણીએ આપ્યો વળતો જવાબ

Nilesh Jethva

જો હું આઘો પાછો થઇશે તો પછી શું થાય એ પછી નક્કી જોજો, ભાજપના ધારાસભ્યની ખુલ્લેઆમ ધમકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!