GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો, સંસદ, ન્યાયપાલિકા, મીડિયા અને સૈન્યના અપમાનનો લગાવ્યો આરોપ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. સાથે સંસદ, ન્યાયપાલિકા, મીડિયા અને સૈન્યનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. મોદીએ પોતાના મૈ ભી ચોકીદાર કેમ્પેઇનને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ શરૃ કરી દીધો છે.

મોદીએ એક ઓડિયોના માધ્યમથી દેશમાં ૨૫ લાખ ચોકીદારોને સંબોધીત કર્યા હોવાનો દાવો ભાજપે કર્યો હતો. મોદીએ આ દરમિયાન પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે આજે ચોકીદાર ઇમાનદારીથી કામ કરવાનો પર્યાય બની ગયો છે, મોદીએ ચોકીદારોને સંબોધતા કહ્યું કે તમે જ્યાં કામ કરો છો ત્યાં તમારુ નામ પણ કોઇ નથી જાણતુ હોતુ છતા તમે તેની ચિંતા કર્યા વગર ઇમાનદારીથી કામ કરો છો. 

એક મહિલાકર્મીના સવાલનો જવાબ આપતા મોદીએ જણાવ્યું હતું કે એ સાંભળીને સારુ લાગે છે કે એક મહિલા પણ ચોકીદારીનું કામ કરી રહી છે. મહિલાએ કહ્યું હતું કે કેટલાક લોકોને કારણે અમને બદનામ કરવામાં આવી રહ્યા છે. બાદમાં મોદીએ કહ્યું હતું કે આ રીતે મને પહેલી વખત બદનામ નથી કરવામાં આવી રહ્યો, અગાઉ પણ આમ જ કર્યું હતું, મોદીએ આ દાવો વિપક્ષના સુત્ર ચોકીદાર ચોર હૈને ધ્યાનમાં રાખીને કર્યો હતો.

મોદીએ જણાવ્યું હતું કે હું ચોકીદારોની માફી માગુ છું કેમ કે કેટલાક લોકોએ પોતાના અંગત સ્વાર્થ માટે કઇ પણ વિચાર્યા વગર ગાળાગાળી કરવાનું શરૃ કરી દીધુ છે. 

એક સવાલના જવાબમાં મોદીએ વિપક્ષને ટુકડે ટુકડે ગેંગ કહ્યો હતો. સાથે દાવો કર્યો હતો કે દેશમાં ડોક્ટરથી લઇને દરેક વ્યક્તિ ચોકીદાર છે. તેમણે જણાવ્યું હતું કે જે કોઇ ડોક્ટર આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખે તો તે ચોકીદાર છે, નાનામા નાનો કર્મચારી કે જે પોતાનું કામ ઇમાનદારીથી કરે છે તે ચોકીદાર છે.

મોદીએ એક બ્લોગ પણ લખ્યો હતો, જેમાં તેમણે કોંગ્રેસ પર લોકોનો અવાજ દબાવવાના આરોપો લગાવ્યા હતા. મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસે જ બંધારણમાં સુધારા કર્યા હતા અને લોકોનો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો હતો.

Related posts

રાજસ્થાનમાં ‘સ્કૂલ નહિ તો ફી નહિ’, પણ ગુજરાત સરકારે નેવે મુખ્ય લાજશરમ

pratik shah

WHOએ મુંબઈના સૌથી મોટા સ્લમ વિસ્તારના દુનિયા સામે કર્યા વખાણ, Corona સામે જંગ પર કહી આ વાત

Arohi

જામનગર GPCBનાં અધિકારી પર ACBનો સકંજો, ક્લાસ વન ઓફિસર પાસે મળી આવી આટલા લાખની રોકડ રકમ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!