GSTV
Home » News » PM મોદી ભાજપની મહાવિજયનાં મહાનાયક, કોંગ્રેસે મહેનત કરી હોત તો 17 રાજ્યોમાં ખાતું ખુલ્યું હોત

PM મોદી ભાજપની મહાવિજયનાં મહાનાયક, કોંગ્રેસે મહેનત કરી હોત તો 17 રાજ્યોમાં ખાતું ખુલ્યું હોત

લોકસભાની ચૂંટણી જીત્યા બાદ અમિત શાહે ભાજપના કાર્યકરો અને જનતાને સંબોધન કર્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઐતિહાસિક વિજય મેળવ્યો છે. આ ઐતિહાસિક વિજય માટે દેશની સવાસો કરોડ જનતાનો આભાર માનું છું.

તેમણે ભારતીય જનતા પાર્ટીના વિજય ઉપર જણાવ્યું કે, આ દેશની જનતાનો વિજય છે. આ 11 કરોડ કાર્યકર્તાની કામગીરીનો વિજય છે. આ સબકા સાથ સબકા વિકાસનો વિજય છે. આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો વિજય છે.

તેમણે પ્રધાનમંત્રીના વખાણ કરતા કહ્યું કે, દેશની અંદર પચાસ વર્ષ બાદ પહેલી વખત કોઈ પૂર્ણ બહુમત સાથે શાસન કરનારો પ્રધાનમંત્રી ફરી પૂર્ણ બહુમત સાથે પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યો છે.

આજે હું ગૌરવની સાથે કહી શકુ છું કે દેશની જનતાએ આશિર્વાદ ભારતીય જનતા પાર્ટીને આપ્યો છે. આ સિવાય તેમણે એ રાજ્યોનો ઉલ્લેખ કર્યો હતો જેમાં ભાજપે પચાસ ટકાથી વધારે મત મેળવી વિજય મેળવ્યો હોય. આ સિવાય તેમણે એ રાજ્યોનો ઉલ્લેખ પણ કર્યો હતો જ્યાં કોંગ્રેસની સરકાર ખાતુ પણ નથી ખોલી શકી. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસને કરારી હારનો સામનો કરવો પડ્યો છે.

તેમણે ઉત્તર પ્રદેશમાં સપા અને બસપાને હરાવી કેવી રીતે પ્રચંડ વિજય મેળવ્યો તેનો પોતાના સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો. મહાગઠબંધન પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું હતું કે, બે દિવસ પહેલા એક્ઝિટ પોલનું રિઝલ્ટ આવ્યું ત્યારે ઘણા લોકોને એ પરિણામ હજમ ન આવ્યા.

અમિત શાહે મમતા દીદી અને ચંદ્રાબાબુને આડેહાથ લીધા

તેમણે પોતાના ભાષણમાં ચંદ્રાબાબુ નાયડુનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તમે પરિશ્રમ કર્યો હોત તો કદાચ તમારું ખાતુ ખોલી જાત આ સાથે તેમણે જગનમોહન રેડ્ડી અને નવીન પટ્ટનાયકને જીત માટે અભિનંદન પાઠવ્યા હતા. ગોવાની અંદર ચારમાંથી ત્રણમાં ભાજપે વિજય મેળવ્યો છેની વાત કાર્યકરો સમક્ષ મુક્યા બાદ તેમણે પશ્ચિમ બંગાળનો ત્રણ વખત ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, બંગાળમાં અત્યાચાર બાદ પણ ભારતીય જનતા પાર્ટીએ 18 સીટો હાંસિલ કરી છે.

READ ALSO

Related posts

સાસુ સાથે લીવ ઈન રિલેશનશિપમાં રહેતા જમાઈએ રાતે સાસુની કરી નાખી આવી હાલત

Bansari

ઈમરાનના મંત્રીની ફરી ડંફાસ, ટેન્ક નહીં પરંતુ પરમાણુ યુદ્ધ થશે

Kaushik Bavishi

બાપ રે આવી ઐયાશી, એક રાતમાં સીએમના ભાણેજે 8 કરોડ ઉડાવી દીધા

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!