GSTV
Home » News » ચૂંટણીમાં પ્રચંડ બહુમતિ બાદ પીએમ મોદીનો દેશજોગ પ્રથમ સંદેશ,જનતાએ ફકીરની ઝોળી ભરી દીધી

ચૂંટણીમાં પ્રચંડ બહુમતિ બાદ પીએમ મોદીનો દેશજોગ પ્રથમ સંદેશ,જનતાએ ફકીરની ઝોળી ભરી દીધી

લોકસભા ચૂંટણીમાં જંગી બહુમતથી બીજી વખત વિજય મેળવ્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ જનતા અને ભાજપના કાર્યકરોનું સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આજે મેઘરાજા પણ વિજયમાં સામેલ થયા છે. તેમણે ફકીર શબ્દનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આજે જોઈ રહ્યા છીએ કે દેશના કોટી કોટી નાગરિકોએ ફકીરની જોલીને ભરી દીધી છે. આ સાથે જ તેમણે દેશના 130 કરોડ નાગરિકોને નમન કર્યા હતા.

તેમણે કહ્યું કે, મતદાનનો આ આંકડો પૂરા વિશ્વની સૌથી મોટી ઘટના છે. દેશ આઝાદ થયો, આટલી લોકસભાની ચૂંટણી થઈ, પણ સૌથી વધારે મતદાન આ ચૂંટણીમાં થયું.

તેમણે કહ્યું કે, લોકતંત્રના ઉત્સવમાં જે જે લોકોએ બલિદાન આપ્યું છે. જે લોકો ઘાયલ થયા છે, તેમના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના પ્રગટ કરું છું. લોકતંત્રના ઈતિહાસમાં લોકતંત્ર માટે મરવું એ મિસાલ આવનારી પેઢીઓને પ્રેરણા આપે છે.

ચૂંટણીની વ્યવસ્થા અંગે તેમણે ચૂંટણી આયોગ અને સુરક્ષાદળોને ઉત્તમ પ્રયત્નથી લોકતંત્રનો વિશ્વાસ બનાવનારી વ્યવસ્થા આપવા માટે આભાર માન્યો હતો.

તેમણે જનતાની તુલના મહાભારતના શ્રી કૃષ્ણ સાથે કરી હતી અને કહ્યું હતું કે, શ્રીકૃષ્ણએ જવાબ આપ્યો હતો કે હું કોઈના પક્ષમાં નથી. દેશના સામાન્ય નાગરિકની ભાવના ભારતના ઉજ્જવળ ભવિષ્યની ગેરન્ટી છે. આ ચૂંટણીમાં પહેલા દિવસથી કહી રહ્યો હતો કે આ ચૂંટણી કોઈ દળ નથી લડી રહ્યો, કોઈ નેતા નથી લડી રહ્યું આ ચૂંટણી દેશની જનતા લડી રહી છે.

“દો સે દોબારા” આવ્યા પરંતુ નમ્રતા નહિં ચુકીએ: પીએમ મોદી

તેમણે વિરોધપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, જેમના આંખ કાન બંધ હતા તેમના માટે મારી વાત સમજવી મુશ્કેલ હતી. જો કોઈનો વિજય થયો છે તો હિન્દુસ્તાન અને લોકતંત્રનો વિજય થયો છે. આ વિજયને જનતા જનાર્દનના ચરણોમાં સમર્પિત કરું છું. તેમણે ભારતીય જનતા પાર્ટીની એક સમયની બે સીટોનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, બેથી બેવાર આવવા વચ્ચે અનેક ઉતાર ચઢાવ આવ્યા છે. બેથી બીજી વાર આવ્યા તો પણ નમ્રતાથી આવ્યા છીએ વિવેક નહીં ચૂકીશું.

વ્યસ્ત હતો તેથી ચૂંટણી પરિણામોની ખબર નહોતી

નરેન્દ્ર મોદીએ ચૂંટણી પરિણામો વિશે કહ્યું કે, હું વ્યસ્ત હોવાના કારણે ચૂંટણી પરિણામોની ખબર નહોતી. જેથી શું થયું તેની ખબર નથી. પરંતુ રાતે સમય લઈ અને જોઈશ. તેમણે ભારતીય જનતા પાર્ટીના વિજય વિશે કહ્યું કે, આ 21મી સદી છે આ નવું ભારત છે. આ મોદીનો વિજય નથી. આ દેશના નાગરિકની આશા અને અપેક્ષાનો વિજય છે. આ 21મી સદીના સપનાને લઈ ચાલતા યુવાનનો વિજય છે. આ વિજય દેશના ખેડૂતોનો છે.

હવે આ દેશમાં બે જાતિઓ જ બચી છે

નરેન્દ્ર મોદીએ પોતાની પાર્ટીના વખાણ કરતા કહ્યું કે, અમારી પાર્ટી એવી પહેલી પાર્ટી હતી જેના પર પાંચ વર્ષમાં ભ્રષ્ટાચારનો આરોપ નથી લાગ્યો. તેમણે ગરીબીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, હવે આ દેશમાં બે જાતિઓ જ બચી છે. અને દેશ આ બે જાતિ પર જ કેન્દ્રિત રહેવાનો છે. ભારતની એક જાતિ ગરીબ છે અને બીજી જાતિ દેશને ગરીબીથી મુક્ત કરવા માંગે છે. જે ગરીબીના કલંકને મીટાવવા માગે છે. આ સપનાંને લઈને આપણે ચાલવાનું છે.

કણ-કણ અને પળ-પળ દેશ માટે સમર્પિત

નરેન્દ્ર મોદીએ બિનસાંપ્રદાયિકતા અંગે કહ્યું કે, અગાઉની ચૂંટણીઓ ભ્રષ્ટાચાર અને મોંઘવારી મુદ્દા પર થતી હતી. આ પહેલી લોકસભાની ચૂંટણી એવી છે કે કોઈ રાજકીય પક્ષ પાંચ વર્ષમાં ભાજપ પર ભ્રષ્ટાચાર કે મોંઘવારી મુદ્દે એકપણ આક્ષેપ કરી શકી નથી. આ પ્રામાણિકતાની જીત છે, 2014થી 2019 સુધીમાં બિનસાંપ્રદાયિક ખતમ થઈ ગઈ. બિનસાંપ્રદાયિકતાનો નકાબ પહેરનારાના બેનકાબ થઈ ગયા છે. તેમણે આવનારા સમયમાં કેવી કામગીરી કરીશ તે અંગે કહ્યું કે, કામ કરતા કરતા ભૂલ થઈ શકે પણ ખોટા ઈરાદાથી હું કોઈ કામ નહીં કરું. મારા શરીરનો કણ કણ માત્ર અને માત્ર દેશવાસીઓ માટે છે.

READ ALSO

Related posts

2018ની બેચના તાલીમી IPS અધિકારીઓ ગુજરાત પ્રવાસે, મુખ્યમંત્રીએ કરી મુલાકાત

Path Shah

આવતીકાલે સાંજે ભાજપના ધારાસભ્યોની મહત્વની બેઠક, આ મુદ્દે અપાશે માર્ગદર્શન

Riyaz Parmar

રાહુલ ગાંધીનાં ઘરે મળી બેઠક, પ્રિયંકા ગાધી સહિતનાં નેતાઓએ આ રણનીતિ ઘડી

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!