GSTV
Home » News » પીએમ મોદીએ ઝારખંડમાં ચૂંટણી સભા સંબોધતા કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો

પીએમ મોદીએ ઝારખંડમાં ચૂંટણી સભા સંબોધતા કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો

ઝારખંડ વિધાનસભા ચૂંટણી અંતર્ગત ત્રીજા તબક્કાનું મતદાન 12મી ડિસેમ્બરે થવાનું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હઝારીબાગના બરહીમાં ચૂંટણી સભાને સંબોધિત કરી. જ્યાં તેઓએ કર્ણાટક પેટા ચૂંટણીના પરિણામનો ઉલ્લેખ કર્યો હતો. અને વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. પીએમએ કહ્યું કે કર્ણાટકની જનતાએ ગદ્દારોને સજા આપી છે અને ચોરીથી પાછળના દરવાજે સરકાર બનાવનારને પાઠ ભણાવ્યો છે.

સાથે જ પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે તેઓ ગઠબંધનનું પાલન ક્યારેય નથી કરતા. તેઓ ભ્રષ્ટાચારને કોઈ પણ હદે લઈ જઈ શકે છે. પીએમએ કહ્યું કે ઝારખંડની જનતા પોતાના ભવિષ્ય માટે કર્ણાટકના પરિણામને યાદ રાખે. આ સાથે જ પીએમએ ઝારખંડની ભૂમિ પરથી કર્ણાટકની જનતાનો આભાર માન્યો હતો.

READ ALSO

Related posts

WHOની ચેતવણી: ઈરાનમાં કોરોનાથી 34નાં મોત, ચીનમાં મૃત્યુ આંક 2800ને પાર

Bansari

કોરોનાએ કડાકો બોલાવ્યો : ભારતના બે મોટા ઉદ્યોગપતિઓની સંપત્તિમાં કુલ 42,381 કરોડનો ઘટાડો

Mayur

નોકરીયાત વર્ગને મોટો ફટકો, PF પર ઘટી જશે આટલા ટકા વ્યાજ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!