GSTV

આજે વડાપ્રધાન મોદી પંજાબની એક દિવસીય મુલાકાતે, આ છે કાર્યક્રમનું લિસ્ટ

Last Updated on June 24, 2019 by Mayur Vora

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પંજાબની એક દિવસીય મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી પહેલા જાલંધરમાં એક જાહેરસભાને સંબોધિત કરશે અને બાદમાં લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીમાં ઈન્ડિયન સાઈન્સ કોંગ્રેસનું ઉદ્ઘાટન કરશે. જાલંધરમાં સ્ટૂડન્ટ્સ દ્વારા બનાવવામાં આવેલી ડ્રાઈવરલેસ સોલર એનર્જીથી ચાલતી બસની તેઓ સવારી પણ કરશે.

બપોરે વડાપ્રધાન મોદી પંજાબના ગુરુદાસપુરમાં યોજાનારી ભાપ અને અકાલીદળની સંયુક્ત રેલીમાં પણ સામેલ થશે. આ રેલીને પંજાબ ભાજપે પ્રધાનમંત્રી ધન્યવાદ રેલી નામ આપ્યું છે. આ રેલીના માધ્યમથી ભાજપ અને અકાલીદળ વડાપ્રધાન મોદીનો કરતારપુર કોરિડોર ખુલવા, લંગર પરથી જીએસટી હટાવવા અને ગુરુ ગ્રંથસાહિબનો વિશ્વની તમામ ભાષાઓમાં અનુવાદ કરવા જેવા કેન્દ્ર સરકારના નિર્ણયોને લઈને ધન્યવાદ કરશે.

મહત્વપૂર્ણ છે કે એક તરફ વડપ્રધાન મોદીએ આજથી લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે અને તેનો પ્રારંભ જાલંધરથી થઈ રહી છે. ભાજપના સૂત્રોનું કહેવું છે કે વડાપ્રધાન મોદી આગામી લોકસભા ચૂંટણી માટે વીસ રાજ્યોમાં એકસો જેટલી રેલીઓ કરીને પોતાની સરાકરની સિદ્ધિઓ જનતા સમક્ષ રજૂ કરવાના છે.

Related posts

હવે આ સેવાઓ સાથે સંકળાયેલા લોકો નહીં કરી શકે હડતાળ, સંસદમાં પસાર થયો બિલ: વિપક્ષે કહ્યું- તાનાશાહી

Zainul Ansari

પડકાર / ચીનને તેના ઘરમાં જ પડકાર આપવા ભારતીય નૌસેના સજ્જ, ચાર યુદ્ધ જહાજો સાઉથ ચાઈના-સીમાં મોકલશે

Zainul Ansari

મધ્ય પ્રદેશમાં વરસાદનું રૌદ્ર રૂપ : તમામ નદીઆે જોખમી સ્તરે, ગ્વાલિયર અને ચંબલના 1171 ગામો પાણીમાં ગરકાવ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!