વડાપ્રધાન મોદીએ ગુરૂવારે રાજ્યસભામાં સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં વડાપ્રધાન મોદીએ જમ્મુ કાશ્મીરમાંથી હટાવેલી 370 અને જીએસટીનો બચાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, જીએસટીમાં વારંવાર ફેરફાર કરવામાં આવ્યા છે. જેને સારો માનવો જોઈએ. જીએસટી ભારતના સંઘીય ઢાંચા માટે સારી બાબત છે. અમે તેમા વારંવાર ફેરફાર કર્યા છે, તો શું એવું કહીને તેને બંધ કરી દઈએ કે, અમે જે કર્યું તે અંતિમ નિર્ણય હતો ?

તેમણે આગળ જણાવ્યું હતું કે, જીએસટીમાં જે સમયે બદલાવ જરૂરી લાગ્યા તે અમે કર્યા. અરુણ જેટલી જ્યારે નાણામંત્રી હતા, ત્યારે અમે સુધારા કર્યા હતા. તેમણે મેન્યુફેક્ચરીંગ રાજ્યોમાં સુધારો કરવાનું કામ કર્યું છે. આ દરમિયાન તેમણે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે શા માટે જીએસટીનો વિરોધ કર્યો હતો તે પણ જણાવ્યું હતું.વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો, તે સમયે તત્કાલિન નાણામંત્રી પ્રણવ મુખર્જી ગુજરાત આવ્યા હતા. તે સમયે મેં તેમને જીએસટી પર પ્રશ્ન કર્યો હતો, આ ટેક્નોલોજીવાળી વ્યવસ્થા છે, જે ટેક્નોલોજી વગર ચાલી જ ન શકે.


વડાપ્રધાન મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે જીએસટીનો જે રીતે વિરોધ કર્યો હતો, તેનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, મેં તે સમયે પ્રણવ મુખર્જીને કહ્યું હતું કે, મેન્યુફેક્ચરીંગ રાજ્યોની સમસ્યાનું તમારે સમાધાન શોધવું જોઈએ. જ્યારે હું પ્રધાનમંત્રી બન્યો તે, મેં આ રાજ્યોના મુદ્દા ઉકેલ્યા, જે મેં મુખ્યમંત્રી હતો ત્યારે ઉઠાવ્યા હતા અને જીએસટીનો વિરોધ કર્યો હતો.

આ દરમિયાન તેમણે કોંગ્રેસને પણ આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું હતું કે, જીએસટી પર આટલા પ્રશ્નો કરનારી કોંગ્રેસમાં જો એટલું જ જ્ઞાન હતું તો પછી આટલા સમય સુધી તેને લટકાવી કેમ રાખ્યું.આજે નાના શહેરોમાં પણ ડિજીટલ ટ્રાંજેક્શન જોવા મળી રહ્યા છે. આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણમાં પણ શહેરો આગળ વધી રહ્યા છે.

આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સંસદમાં અર્થવ્યવસ્થાને લઈ ચર્ચા થવી જોઈએ તેવી વાત પણ કહી હતી. દેશમાં નિરાશ થવા જેવું કશુંય નથી. અર્થવ્યવસ્થાના જે બેઝીક માપદંડ છે, તેમાં આજે પણ દેશ સશક્ત છે. મજબૂત છે અને આગળ જવાની શક્તિ ધરાવે છે.
READ ALSO
- રોકાણ માટે NSC છે એક સારો વિકલ્પ, સારા રિટર્ન અને ટેક્સની બચતની સાથે મળે છે ઘણા ફાયદાઓ
- બેન્કના લોકરમાં રૂપિયા રાખતા હો તો આ વીડિયો જોઈ લેજો, ખાતેદારે લોકર કર્યુ ઓપન તો તે પણ ચોંકી ઉઠયો!
- બંગાળમાં રાજકીય નૃત્ય: દીદીને વધુ એક ઝટકો, ચૂંટણી પહેલા વન મંત્રીએ આપ્યું રાજીનામુ
- બજેટ 2021 : ઘરોની માંગ વધારવા માટે ટેક્સ છૂટની સમય મર્યાદા વધારે સરકાર, રોકાણકારોને મળે છૂટ
- સુરતીલાલાઓ ચેતી જજો! સુરતના જાહેર માર્ગ પર ફરી રહ્યો છે ‘યમરાજ’, લોકો પણ જોઈને ચોંકી ઉઠ્યા!