પરાજય બાદ પીએમ મોદી અને અમિત શાહ લેશે આજે મોટો નિર્ણય, દિલ્હીમાં બેઠક

પાંચ રાજ્યોમાં ભાજપ માટે ચોંકાવનારા પરિણામો બાદ આજે પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના સાંસદોને સંબોધિત કરવાના છે. જેના પર સૌ કોઈની નજર જોવા મળશે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ ભાજપના ગઢ ગણાતા હતા. અને ત્યાં જ ભાજપની હાર થઈ છે. ત્યારે તે મુદ્દે પીએમ મોદી આજે સંબોધન કરી શકે છે. BJP ને મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. તેલંગાણામાં BJPને એક જ બેઠક મળી હતી. જ્યાં પાર્ટીની પહેલા 5 બેઠકો હતી. મિઝોરમમાં BJPને એક બેઠક મળી છે.

5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને આંચકાજનક પરાજય મળ્યા બાદ હવે ભાજપ દ્વારા પરાજયની સમીક્ષા કરવામાં આવશે. આજે ભાજપ અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં ભાજપની મહત્વની બેઠક યોજાઇ રહી છે. આ બેઠકમાં ભાજપ હાઇકમાન્ડ દ્વારા પાંચેય રાજ્યોના પરિણામોની સમીક્ષા કરવામાં આવશે.

2019ની લોકસભા ચૂંટણીના ફાઇનલ પહેલા 5 રાજ્યોની ચૂંટણી સેમિફાઇનલ સમાન ગણાતી હતી. અને ભાજપ આ ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવી 2019માં ફરી આત્મવિશ્વાસપૂર્વક સત્તા હાંસલ કરવાની મહેચ્છા ધરાવતું હતું. પરંતુ ભાજપના ગઢ ગણાતા હિન્દી બેલ્ટના 3 મોટા રાજ્યો રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં જ ભાજપનો પરાજય થતાં ભાજપની છાવણીમાં સન્નાટો છવાઇ ગયો છે.

અમિત શાહની અધ્યક્ષતામાં મળી રહેલી બેઠકમાં ચૂંટણીમાં ભાજપ દ્વારા ક્યાં ચૂક રહી ગઇ તેના કારણો જાણવામાં આવશે. જો આવી જ પરિસ્થિતિ રહી તો આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને ભારે નુકસાન સહન કરવું પડી શકે છે. આથી ભાજપની બેઠકમાં આ તમામ પાસાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter