GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

ફ્રાન્સથી PM મોદીએ કહ્યું, ‘હવે દેશમાં ટેમ્પરરી માટે કોઈ જગ્યા નથી’

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેરિસમાં ભારતીય જનસમુદાયને સંબોધન કર્યું હતું. પીએમના સંબોધન વેળાએ મોદી મોદીના નારા લાગ્યા હતા. તેમણે સંબોધનની શરૂઆત સ્થાનિક ભાષામાં કરી હતી. જે પછી તેમણે ભારત અને ફ્રાંસની અતૂટ દોસ્તીને ભારતીય જનસમુદાય સમક્ષ રાખી હતી.

તેમણે કહ્યું હતું કે, એવો કોઈ નિર્ણય નથી જ્યાં બંન્ને દેશોને એક બીજાનું સમર્થન ન મળ્યું હોય. સારી દોસ્તીનો અર્થ એ છે કે સુખ દુખના સમયે એક બીજાની સાથે રહીએ. તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં ફ્રાંસની ફૂટબોલ ટીમને પસંદ કરનારાઓની સંખ્યા વધારે છે. ફ્રાંસે જ્યારે ફૂટબોલ વર્લ્ડકપ જીત્યો હતો ત્યારે ભારતે પણ ઉત્સવ મનાવ્યો હતો.

તેમણે ફૂટબોલ સાથે સાંકળી કહ્યું હતું કે, અમારી સરકારના પણ કેટલાક ગોલ છે. જેને અમે આગામી સમયમાં પૂર્ણ કરશું. અમે કેટલાક એવા ગોલ પૂરા કર્યા છે જે પૂર્ણ કરવા અસંભવ હતા. અમે દુનિયામાં સૌથી વધારે બેંકો ખોલી. સૌથી વધારે હેલ્થ સ્કીમ ચલાવી. સાથે જ એવા કામ કર્યા જે કોઈ નથી કરી શક્યા.

પ્રધાનમંત્રીએ મોરારી બાપુને યાદ કરતા જણાવ્યું હતું કે આ સમયે પેરિસ રામમાં લીન થઈ ગયું છે. બાપુના કારણે લોકો રામ ભક્તિમાં લીન છે. જેઓ ઈન્દ્ર માટે સમય નથી બદલતા તેમણે નરેન્દ્ર માટે સમય બદલ્યો છે. સાથે જ તેમણે જણાવ્યું કે મારી પાસે સમય હોત તો હું અચૂક તેમની પાસે જાત. પીએમ મોદીએ કહ્યું હતું કે ચાર વર્ષ પહેલા ફ્રાન્સ આવ્યો હતો ત્યારે એક વાયદો કર્યો હતો, હું ખુદને વાયદો યાદ દેવડાવનાર નેતા છું અન્યથા નેતાઓ વાયદો ભૂલી જાય છે.

પેરિસમાં પીએમ મોદીએ કહ્યું કે, પાણીને બચાવવા માટે અલગ મંત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો ચંદ્રયાન પણ સપ્ટેમ્બરમાં ચંદ્રની ધરતી પર હશે.

READ ALSO

Related posts

ભારત અને ચીન વચ્ચે તંગદીલીમાં બંને દેશો પાસે છે આવા હથિયારો, જાણો કોણ છે ચડિયાતું, કયા દેશો ચીનને આપશે સાથ

Dilip Patel

રામ મંદિરને લઈને પાકિસ્તાનની ટીપ્પણી પર અયોધ્યાના સંત ભડક્યા, ભારતની આંતરિક બાબતોમાં દખલ ન આપવાની આપી સલાહ

Arohi

ચીન ભારત સામે યુદ્ધની કરી રહ્યું છે તૈયારી , ઉપગ્રહની આ તસવીરોથી જ મોદી સરકાર છે એલર્ટ

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!