GSTV

4 વર્ષમાં 15મી ઓગસ્ટે આ રીતે બદલાયો પીએમ મોદીનો લુક, જુઓ Photos

સ્વતંત્રતા દિવસના પ્રસંગે દર વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ લુકમાં જોવા મળે છે. કોટ પેન્ટ અને કુર્તા પાયજામા સાથે,તો  ક્યારેક લાલ અને પછી નારંગી કલરની પાઘડીમાં વડાપ્રધાન મોદી આકર્ષક લાગે છે. ચાલો આપણે જાણીએ કે વડા પ્રધાન બન્યા બાદ સ્વતંત્રતા અને પ્રજાસત્તાક દિને વડા પ્રધાન મોદીનો લુક કેવો રહ્યો છે…..

દેશ આજે 72મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે દરવર્ષે અલગ અંદાજમાં જોવા મળે છે. આ ખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સફેદ કુર્તા પાયજામા અને લાલ બંધેજ કિનારી ધરાવતા ભગવા સાફામાં લાલ કિલ્લા પર પહોંચ્યા હતાં.

વર્ષ 2017 એટલે કે ગત વર્ષે સ્વતંત્રતા દિને પીએમ મોદી નારંગી રંગની પાઘડીમાં જોવા મળ્યાં હતા.

વર્ષ 2016માં સ્વતંત્રતા દિને કાર્યક્રમ દરમિયાન સફેદ રંગના કપડા સાથે વડાપ્રધાન મોદી વિવિધ રગની પાઘડીમાં સજ્જ જોવા મળ્યાં હતાં.

2015ના સ્વતંત્રતા દિન સમારોહ પર પણ પીએમ મોદી પાઘડી વાળા લુકમાં નજરે પડ્યાં હતા.

 

વર્ષ 2014માં પીએમ બન્યા બાદ સ્વતંત્રતા દિનના અવસરે નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પર પોતાના પહેલા ભાષણ દરમિયાન પાઘડી સાથે જોવા મળ્યાં હતા. ઉલ્લેખનીય છે કે આ પહેલીવાર બન્યું હતું કે કોઇ વડાપ્રધાન લાલ કિલ્લા પર ભાષણ આપતા નજરે પડ્યાં હોય.

 

સ્વતંત્રતા દિવસ ઉપરાંત પ્રજાસત્તાક દિને પણ પીએમમોદી પાઘડીમાં જોવા મળ્યાં હતા.

આ વર્ષે દેશનો 69મો પ્રજાસત્તાક દિન ઉજવવામાં આવ્યો. આ અવસરે પ્રધાનમંત્રી મોદી હંમેશની જેમ પાઘડીમાં જોવા મળ્યા. નરેન્દ્ર મોદીએ આ દરમિયાન નારંગી અને લીલા રંગની પાઘડી પહેરી હતી.

Related posts

એક ધક્કા ઓર દો, બાબરી મસ્જીદ તોડ દો જેવી ઉશ્કેરણીઓને કારણે તૂટ્યો ઢાંચો, અમે ચુકાદાને હાઈકોર્ટમાં પડકારીશું

Karan

નર્મદા/ ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો , ડેમની સપાટીમાં થયો ઘટાડો

pratik shah

રાજકોટ/ મધ્યસ્થ જેલમાંથી વધુ એક મોબાઇલ ફોન મળી આવ્યો, પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં ગુનો નોધાવ્યો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!