GSTV

વડાપ્રધાન મોદીનો બીજીવાર પણ ગુજરાતનો પ્રવાસ થશે રદ, અા છે મોટું કારણ

પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન એવા અટલ બિહારી વાજપેયીના આજે રાજધાની દિલ્હીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તે પહેલા તેમના પાર્થિવ દેહને ભાજપ કાર્યાલય ખાતે અંતિમ દર્શનઅર્થે રાખવામાં આવશે. દિલ્હીના યમુના નદીના પાસે આવેલા સ્મૃતિ સ્થળ પર સાંજે ચાર વાગ્યે અટલજીની અંતિમ વિધિ થશે. સ્મૃતિ સ્થળ રાજઘાટથી તદન નજીક છે..અંતિમ યાત્રા સમયે કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે દિલ્હીમાં 25 હજાર સુરક્ષા દળના જવાનોની તૈનાતી કરી દેવાઈ છે. દેશભરમાં હાલમાં શોકનો માહોલ છે. ભાજપે તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે. અાગામી 7 દિવસ રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે. ગુજરાતમાં અાજે હાફ ડેની રજા જાહેર કરાઈ છે.

ગુજરાતમાં 23મી અોગસ્ટના રોજ વડા પ્રધાન મોદી ગુજરાત અાવવાના હતા. જેઅો વલસાડ, જૂનાગઢ અને ગાંધીનગરની મુલાકાત લેવાના હતા. જ્યાં સાંજે ડિનર ડિપ્લોમસી કરી દિલ્હી રવાના થવાના હતા. ભાજપના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હવે મોદીનો અા કાર્યક્રમ રદ થાય તેવી સંભાવના છે. મોદી હવે અા કાર્યક્રમ માટે નહી હાજર રહે તેવી સભાવના છે.. વાજપેયીજીની અંતિમ યાત્રા ભાજપના મુખ્યાલયથી દીનદયાલ ઉપાધ્યાય માર્ગ થીને આઈટીઓ અને ત્યાંથી રાજઘાટપર આવેલા રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ પર પહોંચશે. ભાજપ મુખ્યાલયથી અહીંનું અંતર અંદાજે પાંચ કિમી સુધીનું છે. બપોરે 4 વાગે અટલજીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના નિધન પર સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.

Related posts

શરીરના હાડકાઓ માટે ઘાતક છે વજન ઘટાડવાની આ રીત, ભવિષ્યમાં ગંભીર આવી શકે છે તેના પરિણામ

Ankita Trada

રિલાયન્સ જિઓ આ વર્ષે આટલા કરોડ ગ્રાહકોના વધારા સાથે બની માર્કેટ લીડર, વોડાફોન આઈડિયાના 8 કરોડથી વધુ ગ્રાહકો તૂટ્યા

Karan

ડ્રગ્સ કેસમાં જામીન બાદ ભારતીસિંહની પહેલી પોસ્ટ, શું નવા શોમાં જોવા મળશે ?

Karan
Do NOT follow this link or you will be banned from the site!